તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 67 વાહનો ડિટેઇન કરાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા લોકડાઉન કરાયું છે પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્રને સહયોગ ન આપી વાહનો લઇ બહાર નિકળતા પોલીસે આવા વાહનચાલકો પર તવાઇ બોલાવી છે.બે દિવસમાં દ્વારકા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ મળી કુલ 67 વાહન ડિટેન કરવામાં આવ્યા છે.તેમજ 22 જેટલા લોકો સામે જાહેરનામા ભંગ સબબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. લોકો ઘરબંધીનું ઉલ્લંઘન કરી બાઇક સાથે લટાર મારવા નિકળેલા લોકો પર પોલીસે તવાઇ બોલાવી વાહન ડિટેન સહિતની કાર્યવાહી કરીને કાયદાનું ભાન કરાવ્યું હતું.જેમાં બે દિવસમાં ભાણવડ,ખંભાળિયા તેમજ દ્વારકા અને કલ્યાણપુર સહિતના વિસ્તારમાં પોલીસે નકામા રખડતા 67 જેટલી બાઇક ડિટેન કરી હતી.અને બહાર રખડતા શખસો સામે કાર્યવાહી હાથ ધરી હતી.આ સાથે જ 144 કલમ લાગુ હોવાથી ચારથી વધુ લોકોએ એકઠા થવા પર પ્રતિબંધ છે. છતા પણ જાહેરનામાનું ઉલ્લંઘન કરતા 22 જેટલા શખસો સામે ગુનો નોંધ્યો છે.

સીસીટીવી અને ડ્રોનથી નજર રખાશે

દ્વારકા જિલ્લામાં પણ સીસીટીવી કેમેરા કાર્યરત કરી દેવાયા છે.જેમાં દ્વારકા અને ખંભાળિયા શહેરમાં હાલ સીસીટીવી કેમેરા કાર્યવંત છે.જેના કેમેરાના આધારે પણ પોલીસ હવે રખડતા લોકો સામે ગુનો દાખલ કરશે.તેમજ જરૂરી અને મહત્વની જગ્યા પર ડ્રોન કેમેરાથી રખડતા લોકો પર પોલીસ ધ્યાન રાખશે અને આવા લોકો સામે પોલીસ કાર્યવાહી થશે.
અન્ય સમાચારો પણ છે...