તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદ જિલ્લામાં અફવા ફેલાવનારા તત્વો સામે સખત કાર્યવાહી કરાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લામાં કોરોના વાયરસની સ્થિતિમાં અફવાઓ ફેલાવનારા સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. લોકોને ભ્રમિત કરતા અને ખોટી માહિતી ફેલાવી પેનિક ફેલાવતા તત્વોને નશ્યત કરવામાં આવશે. એસપી હિતેશ જોયસરે જણાવ્યુ હતું કે, કોરોના વાયરસને લઇને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ યથાયોગ્ય રાખવા માટે દાહોદ જિલ્લાનું પોલીસ તંત્ર સંપૂર્ણપણે તૈયાર છે. દાહોદ જિલ્લામાં મેજીસ્ટ્રેટ દ્વારા 144ની કલમ લાગુ કરવામાં આવી છે. તેનો પણ પોલીસ દ્વારા ચુસ્તપણે અમલ કરવામાં આવશે. દાહોદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે ખેભેથી ખભા મિલાવી કામ કરી રહ્યું છે. સામાજિક પ્રસંગોની બાબતોએ જોયસરે ઉમેર્યું કે, કોરોના વાયરસના સંક્રમણના તબક્કાને જો ધ્યાને લેવામાં આવે તો આગામી 15 દિવસ ખૂબ જ મહત્વના છે. તેથી લોકોએ પોતાની રીતે જ સામાજિક પ્રસંગો ટાળવા જોઇએ. ડિસ્કજોકી મ્યુઝિક અને લગ્ન સમારોહ બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવે, તેનો દાહોદમાં ચુસ્તપણે અમલ કરાવવા માટે પોલીસ તંત્ર પ્રતિબદ્ધ છે. આ સમય નાગરિકધર્મ નિભાવવાનો છે, એમ કહેતા એસપીએ જણાવ્યું કે, જો આપણે કોરોનાથી સલામત રહીશું તો આપણો પાડોશી સલામત રહેશે.

કાયદો-વ્યવસ્થાની સ્થિતિ યથાયોગ્ય રાખવા માટે પોલીસ તંત્ર તૈયાર

પોલીસ ફરિયાદ માટે 1-2 વ્યક્તિને જ પ્રવેશ

એસપીએ કહ્યું કે, આંતરરાજ્ય સરહદો ઉપર આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતા સ્ક્રિનિંગમાં પણ પોલીસ તંત્ર દ્વારા સહયોગ કરવામાં આવી રહ્યો છે. પોલીસ તંત્ર દ્વારા રિક્ષા એસો. સહિતના સ્ટેક હોલ્ડર્સ સાથે બેઠકો કરવામાં આવી છે. દાહોદના વિવિધ પોલીસ સ્ટેશન ચોવીસેય કલાક કાર્યરત છે. તેમાં પ્રવેશ માટે ફરિયાદ સાથે હવે ફરિયાદી સાથે માત્ર એક-બે વ્યક્તિને જ મંજૂરી આપશે. પોલીસ સ્ટેશન આસપાસ ટોળા પણ થવા દેવામાં નહીં આવે.
અન્ય સમાચારો પણ છે...