આણંદમાં કોરોનાના વધુ 10 કેસ નેગેટીવ આવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લામાં ડિસેમ્બરઅને જાન્યુઆરીમાં અમેરિકા સહિત વિવિધ દેશોમાં મોટાપ્રમાણમાં એન.આર.આઇ આવ્યા હતા.તેમજ કોરોના વાઇરસ બાદ વિદેશમાં અભ્યાસ કરતાં મોટાપ્રમાણ વિદ્યાર્થી વતનમાં પરત આવ્યા છે.ત્યારે અત્યાર સુધીમાં તંત્ર દ્વારા2359 પ્રવાસીઓ સ્કેનીંગ કરવામાં આવ્યું છે.જો કે તેમાંથી અત્યાર સુધી શંકાસ્પદ 46 દર્દીઓને રીપોર્ટ કરવામાં આવ્યો હતો.જેમાં તમામના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.

કોરોના (COVID 19) અંતર્ગત જિલ્લામાં એકપણ કેસ પોઝીટીવ આવેલ ન હોવાનું જયારે શનિવાર સાંજ સુધીમાં જિલ્લામાં 36 દર્દીઓના સીઝનલફલુ/કોરોનાના નેગેટીવ રીપોર્ટ આવ્યા હતા તેમાં 29મી માર્ચનેરવિવાર સાંજના ચાર વાગ્યા સુધીમાં વધુ દસ દર્દીઓના સીઝનફલુ/કોરોનાના રીપોર્ટ નેગેટીવ આવતાં જિલ્લામાં અત્યારસુધીમાં સીઝનલફલુ/કોરોનાના 46 દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. એમ. ટી. છારીએ જણાવ્યું છે.

આવી પરિસ્થિતિમાં કાસોર (ભાલેજ) ગામે આદર્શ પોલ્ટ્રી પરિવારના મોભી રમણભાઈ ગિરધરભાઈ પટેલ,અંકુરભાઈ શાંતિલાલ ગિરધરભાઈ પટેલ દ્વારા પોતાના સ્વખર્ચે સમગ્ર ગ્રામજનો અને ગામના હિતમાં સરપંચ રાજેન્દ્રભાઈ વલ્લભભાઈ પટેલ, યુવા અગ્રણી મનીષભાઈ (ભલો) રામભાઈ પટેલ, સીતારામ છગનભાઈ પટેલ,જય પરેશભાઈ પટેલ, પંથ પટેલ, સંજય પટેલ, પાર્થ વિજયભાઈ પટેલ અને ટ્રેક્ટર ચાલક અર્જુનભાઈ ગોહિલના સહકારથી રવિવારે બપોરના અરસમાં સમગ્ર કાસોર ગામમાં સેનીટાઈઝના ભાગ રૂપે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સરપંચ રાજેન્દ્રભાઈ પટેલ ધ્વારા ગ્રામજનનોને ગામના હિતમાં લોક ડાઉન અંતર્ગત કામ સિવાય ઘરની બહાર નહિ નીકળીને ઘરમાં રહીને સહકાર આપવા પણ અપીલ કરવામાં આવી છે.

કાસોરમાં પંચાયત દ્વારા સેનેટાઇઝીંગ કરાયું

જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નહીં

અન્ય સમાચારો પણ છે...