કરિયાણાની દુકાન પર ગ્રાહકો વચ્ચે અંતર રાખવાની સૂચનાનો અમલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઈરસના ચેપથી બચવા એક મીટરનું અંતર રાખવા આરોગ્ય વિભાગના સૂચનાનું પાલન નગરના કરીયાણાના વેપારીઓ કરી રહ્યા છે. સેક્ટર-23, સેક્ટર-24ના વેપારીઓએ તો વાંસ બાંધીને આડશ કરી ગ્રાહકોને એક મીટર દુર રહે તેવી વ્યવસ્થા કરી છે. જ્યારે નગરમાં આવેલા મોલમાં ટોકન સિસ્ટમ રાખીને દસ વ્યક્તિને ટોકન નંબરના આધારે પ્રવેશ આપે છે.

હાલમાં લોકડાઉનના સમયમાં જીવન જરૂરીયાત એવા કરીયાણાની દુકાનોને ખુલ્લી રાખવામાં આવી છે. કરીયાણાની દુકાને ગ્રાહકોની ભીડ થાય નહી તે માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. જેની અમલવારી નગરની કરિયાણાની દુકાનના માલિકો કરી રહ્યા છે.

નગરના સેક્ટર-23 શોપિંગ સેન્ટરમાં આવેલી કરિયાણાની દુકાનના માલિકે ગ્રાહકોમાં ત્રણ ફુટનું અંતર રહે તેમજ ખરીદી કરવા આવેલી વ્યક્તિ પણ દુકાન માલિકથી અમુક અંતરે રહે તે માટે વાંસથી આડશ બનાવી દીધી છે. ઉપરાંત ગ્રાહકોને એક- એક મીટરના અંતરે ઉભા રહીને લાઇનમાં માલ લેવા આવવાની સૂચના આપી છે. જ્યારે સેક્ટર-24ના વેપારીએ આડશ મૂકીને ત્રણ ફુટનું અંતર રાખ્યું છે.

અન્ય સમાચારો પણ છે...