નડિયાદ નગરપાલિકાના વેરા વસૂલાતની કામગીરી પર અસર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નોવેલ કોરોના વાઇરસને લઇ લોકડાઉનના પગલે નડિયાદ નગરપાલિકાની વેરા વસૂલાતની કામગીરી અત્યંત ધીમી પડી છે. ખાસ કરીને લોકડાઉનના કારણે વેરા વસૂલાતની કામગીરી પર વિપરીત અસર થઇ છે.

માર્ચ એન્ડીંગમાં વેરા વસૂલાતની ઝૂંબેશ અત્યંત ઝડપી બનાવવામાં આવે છે. નડિયાદ પાલિકા દ્ધારા પણ આ દિશામાં કામગીરી શરૂ કરાઇ હતી, ત્યાં જ લોકડાઉન શરૂ થતા વેરા વસૂલાતની કામગીરી પર માઠી અસર થઇ છે. સને 2020-21માં નડિયાદ પાલિકા દ્ધારા રૂ. 16 કરોડનો વેરો ઉઘરાવવાનું નક્કી કરાયું હતું. આ ઝૂંબેશને વેગવાન બનાવાઇ ત્યાં જ લોકડાઉનના કારણે તેના પર બ્રેક વાગી છે. ખાસ કરીને માર્ચ એન્ડીંગમાં જ વેરા વસૂલાતની ઝૂંબેશ હોય છે, ત્યાં જ લોકડાઉનના પગલે નથી તો પાલિકાનો સ્ટાફ બાકીદારોને ત્યાં ઉઘરાણી માટે જઇ શકતો નથી.

પાલિકા પણ વસૂલાત માટે પગલાં ભરી શકે એમ નથી

લોકડાઉનના પગલે બાકીદારો પાલિકા જતા નથી

અન્ય સમાચારો પણ છે...