તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંતરામપુરમાં સોશિયલ ડિસ્ટેન્સનો ભંગ કરીને લોકોના ટોળાં વળ્યાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૧ દિવસમાં લોકડાઉન જાહેર કર્યું છે. તંત્રે પણ તેની સામે
કાયદાનું પાલન કરવાનું આદેશ કર્યા પછી પણ સંતરામપુરની જનતા સહકાર આપવા બદલે કાયદાનો ભંગ કરી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સવારના 9 થી ૧૧ સુધીનું છૂટી આપવામાં આવી હતી કે કે દરેક વ્યક્તિ પોતાની જીવન જ વસ્તુ અનાજ દૂધ મેડીકલ કિરણા શાકભાજી બજારોમાંથી ખરીદી શકે તે માટે દુકાનો ખુલ્લી રાખી હતી. પણ સંતરામપુર નગરની જનતા બજારોની અંદર બેકાબૂ જોવા મળે છે સોશિયલ ડિસ્ટેન્સ ના બદલે ટોળાઓ ભેગા થયેલા જોવા મળ્યા હતા.

સંતરામપુર પાલિકા દ્વારા ચીફ ઓફિસર મામલતદાર તમામ સરકારી તંત્ર સોસિયલ ડિસ્ટેન્સનો અમલ કરવા માટે વારંવાર
સૂચનો અાપી રહ્યા છે. ત્યારે સંતરામપુર નગરના શાકમાર્કેટ બસ ચાર રસ્તા વિસ્તારોની અંદર ટોળાંને ટોળાં ભેગા થયેલા જોવા મળ્યા હતા.

લોકોના ટોળાં દુકાનો પર ઉમટી પડ્યાં

અન્ય સમાચારો પણ છે...