તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડિયા તાલુકામાં હાટ બજાર બંધ, ગામોમાં દવાનો છંટકાવ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝઘડિયા સેવાસદન ખાતે શુક્રવારે યોજાયેલી બેઠકમાં કોરોના વાયરસના સંક્રમણ સામે તકેદારી રાખવા, સાવચેતી દાખવવા અને પ્રજા ખોટી અફવાઓથી દૂર રહે તેવા પ્રયાસો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

ઝઘડિયા સેવાસદન ખાતે ઝઘડિયા મામલતદાર જે.એ. રાજવંશીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં જણાવાયું હતું કે, તાલુકા પંચાયત હેઠળ નાગરિકોને કોરોના અંગે સમજ આપવાની રહેશે. મોટી સંખ્યામાં લોકો એક સ્થળે એકત્ર ન થાય તેનું ધ્યાન રાખવું, તાલુકામાં ભરાતા હાટબજાર બંધ રાખવા, દરેક ગામના ફળિયાઓમાં સફાઈનું ખાસ ધ્યાન રાખવું, જરૂરી દવાનો છંટકાવ કરવો વિગેરે બાબતો પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. કોરોના વાયરસના શંકાસ્પદ કેસો સામે આવેતો તાલુકાની આદર્શ સ્કુલમાં 30 બેડ, અવિધા આશ્રમ શાળામાં 19 બેડની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જરૂરી પડે તો હરીપુરા ખાતે હોલમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ગામડાઓમાં પ્રસંગો હાલ પુરતા મોફુક રાખવા જનતાને અપિલ કરી ખોટી અફવાઓથી બચવા તંત્ર દ્વારા જણાવાયું છે. આ બેઠકમાં ટીડીઓ, ડો.જીગ્નેશ, સરપંચ વિજયસિંહ, તલાટી કમ મંત્રી જનક ગંધર્વ, હસમુખ દેવલુક ઉપસ્થિત રહ્યા હતા.

ઝઘડિયામાં સાવચેતિના ભાગરૂપે મામલતદારની બેઠક યોજાઈ

અન્ય સમાચારો પણ છે...