ગાંધીધામથી વતન જતી સગીરાનું અપહરણ કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામમાં રહેતી 17 વર્ષીય સગીરા કોરોના વાયરસના પગલે લોકડાઉન જાહેર થતાં પોતાના વતન બિહાર જવા નિકળ્યા બાદ તેના કોઇ વાવડ ન મળતાં આ બાબતે તેના વાલીએ કોઇ અજાણ્યા શખ્સે લલચાવી ફોસલાવી તેનું અપહરણ કર્યું હોવાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે.

પીએસએલ કાર્ગો ઝુંપડા ખાતે રહેતા મુળ બિહારના પરિવારની 17 વર્ષીય દિકરી તા.20/3 ના રોજ લોકડાઉનના પગલે પોતાના વતન જવા સવારે 9 વાગ્યાના અરસામાં નિકળી હતી. આ સગીર વયની પુત્રી આજ દિવસ સુધી પોતાના વતન ન પહોંચતાં તેની માતાએ પોતાની પુત્રીનું કોઇ અજાણ્યા ઇસમે અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...