તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોમ ક્વોરન્ટાઇન કરાયેલાં 28 લોકોના નામનું લિસ્ટ લીક થતાં ખળભળાટ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ શહેરમાં વિદેશથી આવેલા જે લોકોને આરોગ્ય વિભાગ દ્વારા હોમ કોરોન્ટાઇન કરાયા છે તે 28 લોકોના નામ સાથેનું લીસ્ટ લીક થઇ જતાં ખળભળાટ મચી ગયો હતો. કોઇ વ્યક્તિએ ‘આ લોકોના સંપર્કમાં આવવાનું ટાળજો ’ તેવા ટેગ સાથે આ લીસ્ટ સોસિયલ મીડીયા ઉપર વાયરલ કરી દેતાં આખા દાહોદ શહેરમાં ભયની લાગણી ફેલાઇ ગઇ હતી. વિદેશથી આવેલા શંકાસ્પદ દર્દીઓની યાદીના મથાળા વાળી ફોન નંબર, કયા દેશથી આવ્યા અને કઇ તારીખે આવ્યા તેનું 17,19 અને 20 તારીખનું લીસ્ટ વાયરલ કરવામાં આવતા આખો દિવસ આ બાબત શહેરમાં ચર્ચાનો વિષય બની હતી. આ સાથે લીસ્ટમાં જેમના નામ હતાં તેમની સાથે તેમના પરિવારના લોકોને આખો દિવસ ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. લીસ્ટ સોસિયલ મીડીયા ઉપર મુકાયા સાથે જ આ લોકો ઉપર ફોનનો મારો શરૂ થયો હતો. આ સાથે તેમના સંપર્કમાં આવેલા લોકોમાં પણ ભયની લાગણી ફેલાઇ ગઇ હતી. હોમ કોરોન્ટાઇન કરાયેલા લોકોનું લીસ્ટ આરોગ્ય વિભાગમાંથી લીક કઇ રીતે થયું અને કોણે કર્યું તે તો

...અનુ. પાન. નં. 2

આરોગ્ય વિભાગે મેસેજ ફરતો કર્યો

લીસ્ટ લીક થયા બાદ લોકોમાં ભારે ભય સાથે વિવિધ પ્રકારની અફવાઓનો દોર ચાલતાં આરોગ્ય વિભાગ દ્વારા મેસેજ વાયરલ કરાયો હતો. તેમાં વિદેશથી આવેલા મુસાફરોના નામનું લીટ બીજા ગૃપ ઉપર ફોરવર્ડ નહીં કરવાની સુચના સાથે જો આમ કરાશે તો પગલાં લેવાશે અને કોઇએ આવુ કર્યાનું ધ્યાને આવે તો અમને મેઇલ કરો.

અમારા માટે ખોટી અફવાઓ ફેલાઈ રહી છે જેનું દુ:ખ છે

હેલ્થ વિભાગના કર્મચારીઓ દરેકને ત્યાં તપાસ માટે ગયા હતા પણ કોઈને કોઇપણ તકલીફ જણાઈ નહોતી. મલેશિયાથી આવ્યે બે સપ્તાહ બાદ પણ અમને શરદી, ખાંસી, તાવ જેવા કોઈપણ લક્ષણ નથી. એવી અફવા ચાલી રહી હતી કે આ લીસ્ટમાં દર્શાવેલ 1 થી 19 નંબરના પ્રવાસીઓ પૈકી અમુકને હેલ્થ વિભાગ દ્વારા આઇસોલેશન વોર્ડમાં મૂકી દેવાયા છે અને તેમાંથી ફલાણા- ઢીંકણાઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ વાત સદંતર ખોટી છે. અમને ઘણી હેરાનગતિ વેઠવી પડી હતી. જો ભવિષ્યમાં પણ આ ટુરના કોઈપણ પ્રવાસીઓને કોઈ તકલીફ જણાશે તો તે વ્યક્તિ, ખુદ જ દેશના જવાબદાર નાગરિક તરીકે સામેથી તંત્રનો સંપર્ક કરશે અને તેમની સલાહ મુજબ વર્તશે.>નિહાર દેસાઈ, ટુરના પ્રવાસી

‘આ લોકોના સંપર્કમાં આવવાનું ટાળજો’ લખીને લિસ્ટ વાઇરલ કરાયંુ

દાહોદમાં 17,19 અને 20 તારીખનાં લિસ્ટ વાઇરલ થતાં લોકોમાં ભય

દાહોદ શહેરમાં આખો દિવસ વિવિધ અફવાઓનો દોર ચાલ્યો

અન્ય સમાચારો પણ છે...