તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંખેડામાં 600 વ્યક્તિઓના હાથમાં હોમ ક્વોરન્ટાઈનના સિક્કા મરાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંખેડા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા અન્ય જિલ્લામાંથી આવેલા તેમજ વિદેશ જઇ આવેલા લોકોના હાથ ઉપર હોમ કોરોન્ટાઈનના સિક્કા મારવાનું શરૂ કરાયું. કુલ 700 પૈકી 600 વ્યક્તિઓના હાથે હોમ ક્વોરન્ટાઇનના સિક્કા મારી દેવાયા હતા.

સંખેડા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી કોરોના વાઇરસ બાબતે સતત કામગીરી કરાઈ રહી છે. જ્યારથી આ મહામારી બાબતેના અહેવાલ ફરતા થયા ત્યારથી સતત મોનીટરિંગ કરાઈ રહ્યું છે.

તાજેતરમાં જ આવા બહારથી આવેલાઓના ઘરની બહાર હોમ કોરોન્ટાઈનના બોર્ડ મારવામાં આવ્યાં હતાં. જે બાદ હવે હોમ કોરોન્ટાઈનના સિક્કા આવી જતા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાં બહારથી આવેલા, રાજ્ય બહારથી આવેલાં તેમજ વિદેશથી આવેલાં લોકોના હાથે એ સિક્કા મારવાનું શરૂ કર્યું છે.

અન્ય જિલ્લા તેમજ વિદેશમાંથી આવેલા લોકોને હોમ ક્વોરન્ટાઈન કરાયાં

અન્ય સમાચારો પણ છે...