GSFUના કર્મચારીઓ એક દિવસનો પગાર ડોનેટ કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરાના વાઈરસ સામે આર્થિક સહાય કરીને દેશમાં એકપછી એક માનવતાના દિવાઓ પ્રજ્વલિત થઈ રહ્યાં છે ત્યારે ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી , ગાંધીનગરના તમામ કર્મચારીઓ, ટીચિંગ અને નોન ટીચીંગ સ્ટાફ તેમના એક દિવસનો પગાર કોરોના રિલિફ ફંડ માં આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.આ રકમ યુનિવર્સિટી દ્વારા સંસ્થાના ચીફ મિનિસ્ટર ફંડમાં જમા કરવામાં આવશે.આ અંગે વાત કરતા ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના ડેેપ્યુટી ડાયરેક્ટ આર.એન.ગુણાએ કહ્યું કે, આ વિકટ પરિસ્થિતિમાં દેશના તમામ નાગરિકોએ પોતાની નૈતિક ફરજ મુજબ દેશને ઉપયોગમાં આવે તેવી કોઈને કોઈ પ્રવૃતિ કરવી પડશે.ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીમાં 200 જેટલા વિવિધ ગ્રેડમાં કર્મચારીઓ કામ કરે છે

અન્ય સમાચારો પણ છે...