તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RTOમાં 20 ઈમ્પોર્ટેડ કારને સરકારી બતાવી 56 લાખથી વધુની ટેક્સ ચોરી પકડાતા ચકચાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓડિટમાં ઘટ આવતા અરજીના આધારે પોલીસે તપાસ ચલાવી હતી: બેની ધરપકડ થતા ચકચાર

જેમાંથી ત્રણ વાહન માલિકોએ રસીદ રજૂ કરી હતી. જોકે આરટી કચેરીમાં ચેચીસ નંબર તથા એન્જિન નંબરના આધારે સોફ્ટવેરમાં તપાસ કરતાં રસીદ ખોટી હોવાનું સામે આવ્યું હતું. તો બીજી તરફ 17 વાહન ચાલકોએ કોઈ જવાબ જ નહોતો આપ્યો. જેથી આરટીઓ દ્વારા બીજી બે નોટિસ આપવા છતાં કોઈ જવાબ આવ્યો ન હતો. જેથી આરટીઓ દ્વારા 17 વાહનોનું રજિસ્ટ્રેશન કેન્સલ કરી દેવાયું હતું. બીજી તરફ આ કેસમાં અરજીના આધારે તપાસ હાથ ધરીને પોલીસે ટેક્નિકલ પ્રોગ્રામર મેહુલ ભાનુપ્રસાદ રાવલ (રહે- ડી-101, પ્રમુખ લોટસ, સરગાસણ) તથા એજન્ટ સાદ્દીકહુસેન ઉર્ફે ઈલીયાસ ઈબ્રાહીમભાઈ મલેક (આમીરવીલા, પાનસર રોડ, કલોલ)ની ધરપકડ કરી હતી. બંને સામે સરકાર સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી ટેક્સના નાણાંની ઉચાપતનો ગુનો નોંધાયો છે.

ફરિયાદમાં દાવો કરાયો છે કે આરટીઓમાં જીસ્વાનની કેનેક્ટિવિટી છે, જેમાં કોમ્પ્યુટરમાં આઈપી એડ્રેસ સરખું હોય છે. જ્યારે 20 વાહનોના રજિસ્ટ્રેશન વખતે અમુક એન્ટ્રીઓ પ્રાઈવેટ આઈપી એડ્રેસ દ્વારા થઈ છે. જેથી કચેરીના યુઝરનેમ પાસવર્ડનો ઉપયોગ કરીને બેગલોગ એન્ટ્રી, એન્ટ્રી ઈન્સ્પેક્શન, વેરીફાય એપ્રુવલ, ફ્રી ટેક્સ એન્ટ્રીનું રીવર્ટ બેક, ન્યુ રજિસ્ટ્રેશન એપ્લાય કરી છે. જેમાં અમુકમાં રજિસ્ટ્રેશન પહેલાંની રસીદ તો કેટલાકમાં કેશિયરની જાણ બહાર રસીદ મેળવી છે. યુઝરનેમ પર જે કામગીરી થઈ તેમાં ઓટીપીમાં નંબર હતો જે મેહુલનો હતો. ખાનગી આઈપી એડ્રેસમાં ઓટીપીમાં એજન્ટ સાદ્દીકનો નંબર
આવ્યો હતો.

અમદાવાદના બ્રોકરનું નામ ખૂલવા શક્યતા

મળેલી માહિતી પ્રમાણે પાંચથી છ જેટલા વાહનો કેટલાક ડિલર્સ દ્વારા ટેમ્પરરી રજિસ્ટ્રેશન સર્ટીફીકેટ કરાવ્યા વગર એક બ્રોકરને કામ સોંપ્યું હતું. જેમાં વાહન માલિકો અને બ્રોકરે ભેગામળી આરટીઓમાં કોઈની મદદથી ટેક્સ ભર્યા વગર જ વાહન રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. ત્યારે જો આ સમગ્ર કેસમાં તપાસ કરાય તો કોઈ અધિકારીની સંડોવણી ખૂલે તેવી શક્યતા છે. જોકે સમગ્ર કૌભાંડમાં બે નાના માણસો પર જ દોષનો ટોપલો ઢોળી દેવાય તેવી શંકા સેવાઈ રહી છે. ત્યારે હવે આ મામલે આગળ કેવો નવો વળાંક આવે છે તે જોવાનુ રહ્યુ.

ગાંધીનગર | ગાંધીનગર આરટીઓમાં 20 વાહનોના 56 લાખથી વધુના ટેક્સ ચોરી કૌભાંડમાં બે લોકોની ધરપકડ થઈ છે. ઓડીટમાં ઘટ આવતા આરટીઓ દ્વારા સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં અરજી કરાઈ હતી. જેની તપાસ હાથ ધરતા સેક્ટર-7 પીઆઈ જે. એચ. સિંધવ, આઈ. એમ. હુદડ, એલસીબી પીએસઆઈ વી. કે. રાઠોડે કૌભાંડ ઝડપી પાડ્યું હતું. ગાંધીનગર આરટીઓ હેડ ક્લાર્ક કે. ડી. દેસાઈએ ફરિયાદી બનીને આ કેસમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ એપ્રિલ-2019માં ઓડીટ દરમિયાન 56,25,594 લાખથી વધુના ટેક્સ અંગે ડિફરન્સ આવતો હતો. જેથી કચેરી દ્વારા આંતરીક તપાસ કરાતા 20 વાહનોમાં રજિસ્ટ્રેશન વખતના દસ્તાવેજો મળ્યા ન હતા. જેને પગલે કચેરી દ્વારા તમામ વાહન માલિકોને બાકી નીકળતો ટેક્સ ભરવા નોટિસ પાઠવી હતી.


અન્ય સમાચારો પણ છે...