ગોંડલમાં માત્ર 12 ડાઘુ સાથે સ્મશાનયાત્રા નીકળી, બેસણું રદ કરી જન-જનના સ્વાસ્થ્યને મહત્ત્વ અપાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે, ગુજરાતી ભજનની એક એક લાઇન ઘણીવાર સંજોગો વસાત આપણા હૃદયને સ્પર્શી જતી હોય છે. આવી જ ઘટના ગોંડલના ગુંદાળા રોડ પર આવેલ નંદનવન સોસાયટીમાં રહેતા સેંજરીયા પરિવારમાં બનવા પામી છે. પરિવારના મોભી હસમુખભાઈ સવજીભાઈ સેંજલીયા ઉંમર વર્ષ 60નું બીમારીના કારણે નિધન થતા પરિવાર શોકમાં ગરક થઇ
ગયો હતો.

કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો હોય સગા સ્નેહી અને મિત્ર વર્તુળની તંદુરસ્તી જોખમાય નહિ તે હેતુથી માત્ર ૧૨ વ્યક્તિ સાથે સ્મશાનયાત્રા નીકળી હતી અને સુરક્ષાને ધ્યાને રાખી તમામ ડાધુને માસ્ક પહેરાવવામાં
આવ્યા હતા.

આ ઉપરાંત બેસણામાં સગા સ્નેહીઓ ભેગા ન થાય તે માટે માત્ર ફોન પર જ બેસણાનું આયોજન કરી સાચા અર્થમાં સેંજલીયા પરીવારએ દેશભક્તિ દાખવી છે અને લૌકિક ક્રિયા પણ બંધ રાખી છે.

_photocaption_ડાઘુઓએ પણ યોગ્ય અંતર જાળવી, માસ્ક પહેરી અંતિમવિધિ આટોપી હતી. }તસવીર : હિમાંશુ પુરોહિત *photocaption*
અન્ય સમાચારો પણ છે...