ગોંડલ અક્ષર મંદિર દ્વારા રોજિંદા 500 ભૂખ્યાની જઠરાગ્નિ બુઝાવવાનો યજ્ઞ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ | કોરોના કહેરના પગલે શહેરના છેવાડા કે સ્લમ વિસ્તારમાં રહેતા લોકો ભૂખ્યા રહી ન જાય તે માટે વિશ્વ વિખ્યાત ગોંડલના અક્ષર મંદિર દ્વારા રોજિંદા 500 વ્યક્તિઓની રસોઈ બનાવવામાં આવી રહી છે અને નગરપાલિકા હસ્તક તેનું વિતરણ કરાઈ રહ્યું છે.

વાંકાનેર | વાંકાનેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ‘સેવા ભારતી’ સૌરાષ્ટ્ર પ્રાંત તરફથી ખાદ્યચીજોની કિટ બનાવી 50 જરૂરીયાતમંદ લોકોને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાભારતીના પ્રમુખ લલિતભાઇ મહેતાના હસ્તે કીટ વિતરણ કરી રહયા છે. આગામી દિવસોમાં આવી સેવાકીય સહાય માટે દાતાઓના સહયોગથી ફળેશ્વર મહાદેવના કાનજીબાપુ દ્વારા કીટ બનાવવાનો યજ્ઞ શરૂ થઇ રહયો છે, તેમાં પણ ‘સેવા ભારતી’ નાણાંકીય સહયોગ આપશે.

જસદણ | જસદણમાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં પ્રાંત અધિકારી પ્રિયાંક ગલચર, પીએસઆઈ એન.એચ.જોષી સહિતના વિવિધ સંસ્થાઓના આગેવાનો સાથે કોરોના અંગે એક મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ કોરોના વાયરસની પરિસ્થિતિને પહોંચી વળવા સૂચનો અંગે હુકમ કર્યા હતા.

જસદણમાં કોરોના અંગે મિટિંગ યોજાઈ

ધોરાજી | ધોરાજી આદર્શ એજયુકેશન સોસાયટી દ્વારા મુખ્યમંત્રી રાહત નિધીમાં ફાળો આપ્યો છે. આ અંગે ધોરાજીના અગ્રણી કાર્તીકેય પારેખે જણાવ્યું હતું વાલીઓ અને શિક્ષકોના સહયોગથી આદર્શ એજયુકેશન સોસાયટી દ્વારા કોરોનાના રક્ષણ હેતુ મુખ્યમંત્રીના રાહત ફંડમાં રૂ. 11,11,111ના અનુદાનનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે .

ધોરાજીની સોસાયટી દ્વારા ફાળો અપાયો
અન્ય સમાચારો પણ છે...