તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોકુલનગરમાં મફત ભોજનની અફવાથી મહિલાના ટોળા ઉમટયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરના ગાેકુલનગર વિસ્તારમાં સોમવારે સવારે મફત ભોજન અપાવાની અફવાથી મહિલાઓના ટોળા રોડ પર ઉમટયા હતાં. આ ઘટનાથી એસપી રોષે ભરાયા હતાં અને ફુડ પેકેટ વિતરણ કરતા પહેલા કલેકટરની મંજૂરી લેવી ફરજીયાત બનાવી હતી. આમ ન કરનાર સામે ગુનો નોંધવાની ચેતવણી પણ આપી હતી.

જામનગરમાં સેવા કરવાના નામે અસામાજીક તત્વો ફાયદો ઉઠાવી ન જાય તે માટે તંત્ર એલર્ટ બની ગયું છે. એસપીએ જણાવ્યંુ છેકે, લોકોને ફૂડપેકેટસ આપવા માટે કલેક્ટરની મંજૂરી લેવી જરૂરી છે.  ત્યારબાદ જ લોકો ફૂડ પેકેટનું વિતરણ કરી શકશે. સામાજિક સંસ્થાઓ પણ આ પ્રકારની કાર્યવાહી કરતા પહેલાં અને તેમની મંજૂરી લે અને ત્યાર પછી જ લોકોને સહાય આપે અથવા તો પોતે કલેકટરને જ સહાય આપી દે અને ત્યાર પછી કલેકટર કચેરી દ્વારા જ પેકેટ ફ્રુટ વગેરે વિતરણની વ્યવસ્થા કરાશે.

_photocaption_મહામારીની દહેશત વચ્ચે મહિલાઓની ભીડ ઉમટી. તસવીર : હસીત પોપટ*photocaption*

નિયમનું પાલન પણ નહીં થાય તો ગુનો દાખલ થશે : એસપી સિંઘલ

અેસપી ધૂંઆપૂઆ| ફૂડ પેકેટ દેવા નિકળતા પહેલા કલેકટરની મંજૂરી લેજો
અન્ય સમાચારો પણ છે...