તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીકરીઓને ભણતર, ગણતર સાથે ચારીત્ર જ્ઞાન આપવું પણ ्िे्िेो्िेो्જરૂરી : એડવોકેટ વ્યાસ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં િગ્રનવીલના અાંગણે બાલમુકુન્દ ટ્રસ્ટ દ્વારા વિશ્વ મહિલા દિન નિમિત્તે વિશાળ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશરે 300થી વધુ બહેનો ઉપસ્થિત રહયા હતાં અને મહિલાઓને સંસ્કાર, વિશે સચોટ અને પ્રેરણાદાયક માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

મહિલા સંમેલનમાં ગાયત્રી શકિતપીઠના અગ્રણી સરોજબેન મીસ્ત્રીએ જણાવ્યું હતું કે,પશ્રિમ સંસ્કૃતિના આંધળા અનુકરણથી ભારતની પવિત્ર સંસ્કૃતિ નષ્ટ થતી જાય છે જેને બચાવવી ખુબ જ જરૂરી છે. ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી એડવોકેટ જાગૃતિબેન વ્યાસે જણાવ્યું હતું કે, મોબાઇલના દૂર ઉપયોગથી આજની અમુક યુવતીઓ દિશાશુન્ય બની ગઇ છેે ત્યારે દીકરીઓને ભણતર, ગણતર સાથે ચારીત્ર જ્ઞાન આપવુ ખુબ જરૂરી છે. આ ઉપરાંત મહિલાઓને ભ્ૃણ હત્યા અટકાવવા, વ્યસન મુક્તી સહિતના વિષયો પર વકતવ્ય આપવામાં આવ્યું હતું. કલ્પનાબેન વ્યાસે મહિલાઓ પર વધતા અત્યાચાર સામે રક્ષણ માટે કાયદાની સમજ આપી હતી. આ તકે બાલમુકુન્દ ટ્રસ્ટ દ્વારા પ્રેમજીભાઇ થાનકી અને હંસાબેન થાનકીનું સન્માન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન કલ્પનાબેન વ્યાસ દ્વારા કરાયું હતું. સંમેલનને સફળ બનાવવા આનંદભાઇ થાનકી, કમલશભાઇ થાનકી, સુભાષભાઇ થાનકી, પરીનેશભાઇ યાજ્ઞીક, જાનકીબેન, હંસાબેન, રતિભાઇ સહિત સમગ્ર ગ્રીનવીલા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

દીપ પ્રાગટય કરીને સમારંભની શરૂઆત કરાઈ

બાલમુકુન્દ ટ્રસ્ટ દ્વારા વિશાળ મહિલા સંમેલનમાં 300થી વધુ બહેનોએ લાભ લીધો
અન્ય સમાચારો પણ છે...