મોટા ખાનપુર ગામમાં કેરોસીન આખર તારીખોમાં આપતાં રોષ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખાનપુરના મોટા ખાનપુર ગામે સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનુ સંચાલન કરતા જનકભાઈ ચંદુલાલ શાહ દ્વારા ફક્ત કેરોસીનનું વેચાણ કરવામાં આવે છે. દરેક સરકારમાન્ય દુકાનમાં કેરોસીનનો જથ્થો મોડામાં મોડો મહિનાની 12 તારીખ સુધીમાં પહોચાડી દેવાય છે . પરંતુ સસ્તા અનાજના વહેપારીઅો દ્ધારા પોતાની મનસ્વી રીતે કેરોસીનનું વેચાણ મહિનાની આખર તારીખ 20 પછી જ કરતા હોય છે. આ બાબતે અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે છતાં તંત્રના અધિકારીઓ આ મામલે આંખ આડા કાન કરી રહ્યા છે. મોટા ખાનપુરની સસ્તા અનાજની દુકાનના ગ્રાહકો એક દોઢ કિલોમીટર દૂર દૂર રહે છે. હાલ કોરોના વાયરસના કારણે સંપુર્ણ દેશ લોકડાઉન છે ત્યારે પ્રાયમસ પર નિર્ભર છે અેવા પરિવારોને ભારે મુશ્કેલી પડી રહી છે.

અધિકારી દ્વારા સસ્તા અનાજના સંચાલકોનો કરાતો બચાવ

ગોધરા ખાતે ફસાઈ ગયા છે

મોટાખાનપુર સસ્તા અનાજની દુકાનના સંચાલક જનકભાઈ ચંદુલાલ શાહ કે જેઓ ફક્ત કેરોસીન વેચાણ કરે છે તે આ કોરોના વાયરસની મહામારીમાં ગોધરા ખાતે ફસાઈ ગયા છે ને જેઓ 29 તારીખે આવશે એવું માલુમ પડ્યું છે ને 29 તારીખે જ કેરોસીન આપવાનું શરૂ કરશે. >વિજયભાઈ પરમાર,નાયબ મામલતદાર ખાનપુર
અન્ય સમાચારો પણ છે...