તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જરૂરિયાતમંદોને સહાય પૂરી પડતા મિત્રમંડળો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિશ્વમાં ફેલાઈ રહેલા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા ભારતમાં વડાપ્રધાન દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર વિસ્તારમાં આદિવાસી પ્રજા વધારે હોય જેઓ સૌરાષ્ટ્ર તથા ગુજરાત રાજ્યના જુદા જુદા વિસ્તારમાં મજૂરી અર્થે ગયા હોય તેઓ લોકડાઉનના કારણે માદરે વતન પરત ફરી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં જુદી જુદી જગ્યાએ ફસાયેલા લોકોને સહાય આપવા તથા ફૂડ પેકેટ વિતરણ કરવા નગરમાં મિત્રમંડળો સક્રિય થયા છે.

નગરમાં તથા ગ્રામ્ય વિસ્તારમાં જેઓ ગરીબીની રેખા નીચે જીવે છે તેઓને જરૂરિયાત મુજબ ગરીબોને ફૂડ પેકેટ વિતરણ આરોગ્યને લગતી દવાઓ પોહચાડવા નગરના યુવાનોએ કામગીરી આરંભી દીધી છે. અને નાતજાતનો ભેદભાવ રાખ્યા વગર કે કોઈપણ જાતના પક્ષપાત વગર સહાયની કામગીરી કરી રહ્યા છે.

નગરમાં જુદા જુદા ટ્રસ્ટો તથા મિત્રમંડળોમાં ફંડ ફાળો ભેગો કરી વહેપારી આકાશભાઈ ઉદવાણી ફારૂકભાઈ ખાલપા આફતાબભાઈ મફત મિત્રમંડળ બનાવી હાલ સેવાની કામગીરી કરી રહ્યા છે. જેનાથી પ્રજામાં આનંદ ફેલાયો છે.

નવાઈની વાત તો એ છે કે આટલી મોટી સમસ્યા પ્રજા સામે છે અને જેમાં મદદ અર્થે ઘણા પક્ષોના કાર્યકરો અને આગેવાનોએ આવવું જોઈએ જે હાલમાં દેખાતા નથી. જેથી પ્રજામાં ચર્ચાઓ ચાલે છે.

છોટાઉદેપુરમાં જિલ્લામાં જુદી જુદી જગ્યાએ ફસાયેલા લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરાયું

_photocaption_યુવાનો દ્વારા જરૂરિયાત મંદોને સહાય પુરી પાડવામાં આવી હતી. }વિવેક રાવલ*photocaption*
અન્ય સમાચારો પણ છે...