દુકાનદારોને રૂપિયા 500નો દંડ ફટકારતાં અધિકારીઓ સાથે ઘર્ષણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોડેલી નગર સહિત વિસ્તારમાં ગંદકીને લઈને તલાટીઓને નોટિસ આપ્યા પછી હવે અધિકારી જાતે બોડેલીમાં સ્ટાફને લઈને નીકળતા ગંદકી કરનારા આઠેક દુકાનદારોને 500-500 રૂપિયા દંડ ફટકારતા અધિકારીઓ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું.

બોડેલી પંચાયત દ્વારા કચરો ઉઘરાવવા માટે નિયમિત ગાડીઓ ફરે છે છતાં દુકાનદારો પૂરતો સહયોગ આપતા નથી. દુકાનદારો ફૂટપાથ પર દબાણ કરે અને કચરો જ્યાં ત્યાં ફેંકે છે. તેઓ સ્વચ્છતા બાબતે સહયોગ ન આપતા હોય 8 જેટલા દુકાનદારો દંડાયા હતા. જેથી અન્ય દુકાનદારોમાં ફફડાટ વ્યાપ્યો હતો. જોકે હરકલીમાં બેફામ ગંદકી હોય તેની સફાઈ કેમ થતી નથી તેવો સવાલ પણ રહીશોએ ઉઠાવ્યો હતો.

બોડેલીમાં ગંદકી કરનારા 8 દુકાનદારો દંડાયા

અન્ય સમાચારો પણ છે...