તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદ જિલ્લામાં અકસ્માતની ચાર ઘટનામાં 1 મોત, 4 ઘાયલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધાનપુર તાલુકાના કોઠારીયા ગામના મહેશભાઇ શનાભાઇ મેવાસી પોતાની જીજે-20-એએ-6485 નંબરની બાઇક લઇને જતાં હતા. ત્યારે નાટકી ગામે સ્ટેશન ફળિયામાં પુરઝડપે હંકારી જઇ રહેલા મહેશભાઇએ અચાનક બ્રેક મારતા બાઇક સ્લીપ ખાઇ જતાં ઘાયલ થયો હતો.સારવાર દરમિયાન મહેશભાઇનું મોત નિપજ્યું હતું. અકસ્માતની બીજી ઘટનામાં ધાનપુર તાલુકાના ભોરવા ગામે જીજે-23-ઝેડ-3548 નંબરના છકડા ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ગોવિંદભાઇ છત્રસિંહ વહોનિયા તથા વિજયભાઇ ભુદરાભાઇ મોહનીયાની બાઇકને ટક્કર મારી નીચે પાડી દઇ શરીરે નાની મોટી ગંભીર ઇજાઓ કરી ભાગી ગયો હતો. ત્રીજી ઘટનામાં દેવગઢ બારિયાના શુમબમ કોમ્પલેક્ષમાં રહેતા સંજયકુમાર તેજારામ અગ્રવાલ પોતાની જીજે-20-એજી-6308 નંબરની બાઇક લઇને જઇ રહ્યા હતા. ત્યારે સમડી સર્કલ પાસે પોતાની બાઇક સ્લીપ ખાઇ જતાં પાછળ બેઠેલ 10 વર્ષિય દ્રષ્ટિબેન જમણા પગે સાથળમાં ફ્રેક્ચર તથા શરીરે ઓછીવત્તી ઇજાઓ થઇ હતી. જ્યારે અકસ્માતની ચોથી ઘટનામાં દાહોદ તાલુકા રળીયાતી ખાતે જીજે-20-એકે-4307 નંબરની બાઇકના અજાણ્યા ચાલકે મંગુભાઇ મડુભાઇ બારીયાની એમ.પી.-45-એમજે-5211 નંબરની બાઇકને ટક્કર મારી નીચે પાડી દેતાં મંગુભાઇને માથાના ભાગે તથા જમણા પગે અને શરીરે ઓછીવચ્ચી ઇજાઓ પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...