ડભોઇ પાલિકા પ્રમુખ, ચૂંટાયેલા સભ્યો અને કર્મચારીઓએ જાતે ફૂડપેકેટ તૈયાર કર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જીવલેણ કોરોના વાઇરસને લઈ સૌથી વધુ કફોડી હાલત રોજ રોજ ભીખ માંગી જીવન ગુજારતા ભીખારીઓ સહિત મજૂરી કરી પેટીયુ રળનારા તેમજ સામાન્ય વેતન પર કામ કરનારા કામદારો ની થવા પામી છે. ડભોઈમાં રહેતા ગર સમુદાયના લોકોને પાછલા કેટલાક દિવસથી હીન્દુ, મુસ્લીમ સેવાકીય સંસ્થાઓ, બાદ ડભોઇ નગર પાલિકાના મહીલા પ્રમુખ અનસુયાબેન કે.વાસાવા,ઉપપ્રમુખ અબ્ઝલભાઇ કાબાવાલા કારોબારી ચેરમેન મુકેશભાઇ શાહ (દાલ), કીરીટભાઇ વસાવા સહિત કોંટ્રાક્ટરો અને પાલિકાના કર્મચારીઓ દ્વારા પુરી,શાક,શુકીભાજી, દાળભાત અને સબજી, રોટી 300 વ્યક્તિનું ભોજન જાતેજ બનાવી વહેંચણી કરતા નગર પાલિકા પ્રમુખ અનસુયાબેન વસાવા જાતે પુરી બનાવતા નજરે ચઢતા લોકોમા પ્રસંશા થવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...