ધોરાજીમાં સેવાભાવીઓ દ્વારા ભોજન સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોરાજી : ધોરાજીમાં લોકડાઉન સંપૂર્ણ અમલવારી થઇ રહી છે. શહેરના તમામ વેપાર ઉદ્યોગ બંધ છે. લોકોએ પણ સરકારની સૂચના માર્ગદર્શનની અમલવારી કરીને ઘરમાં રહે છે. પોલીસ તંત્ર વાહકો દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. ધોરાજીમાં મેડીકલ સહિતની દુકાનો પર કોરોનાનો ચેપ ન લાગે તે માટે સરકારની સુચના અને માર્ગદર્શન મુજબ લોકો અમલવારી કરાઈ રહી છે. ધોરાજીમાં સેવાભાવી લોકો દ્વારા ગરીબ મજૂર પરીવાર માટે ભોજન નાસ્તો તથા કરીયાણા કિટનું વિતરણ કરાઈ રહ્યુ છે.
અન્ય સમાચારો પણ છે...