તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂચના બાદ વલસાડ હાઇવેની તમામ હોટલો બંધ કરી દેવામાં આવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે તકેદારીના ભાગ રૂપે હાઇવે ઉપરની તમામ હોટલો બંધ કરવાના આદેશ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવ્યા હતા. જેને લઈને વલસાડ હાઇવે ઉપર આવેલી તમામ હોટલો બંધ રાખવામાં આવી છે. વિદેશ પ્રવાસેથી આવતા શંકાસ્પદ લોકોને હોમ ક્વોરેન્ટાઇન સ્ટેમ્પ કરીને મોકલવામાં આવી રહ્યા છે. તેવા યાત્રીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં યાત્રા કરતા અટકાવવામાં આવી રહ્યા છે. કોરોનના શંકાસ્પદ લોકો હોટલમાં કોરોનના જમ્સ ફેલાતા અટકાવવા માટે હાઇવે ઉપરની તમામ હોટલો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેને લઈને વલસાડ હાઇવે ઉપર તમામ હોટલ સંચાલકોને સાવચેતીના ભાગ રૂપે હોટલો બંધ રાખવાનું જણાવ્યું હતું. જેને લઈને હાઇવે ઉપરની તમામ હોટલો બંધ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...