તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોલાગામડી પાસે હજી પણ જોવા મળતો શ્રમિકોનો મેળાવડો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંખેડા તાલુકાના ગોલાગામડી પાસે હજીય કોઈ ચાલતા તો કોઈ સહપરિવાર સાઇકલ ઉપર વતન તરફ જતા જોવા મળી રહ્યા છે. કોઈ સુરેન્દ્રનાગરથી કોઇ વડોદરાથી આવી રહ્યા છે. તો કોઈને યુ.પી.જવું છે.

ગોલાગામડી પાસે વડોદરાથી સાઇકલ ઉપર એક દંપતી બે નાના બાળકો સાથે સાઇકલ ઉપર આવ્યા હતા. હજી આ બે નાના બાળકો સાથેના આ દંપતીને છોટાઉદેપુર તાલુકાના ભીલપુર જવું હતું. સંજયભાઈ રાઠવા નામનો આ શખ્સ પત્ની, બે બાળકો સાથે સાઇકલ પર સવારે છ વાગ્યે વડોદરાથી નીકળ્યો હતો. બપોરે દોઢ વાગ્યે ગોલાગામડી આવી પહોંચ્યો હતો.

મોટીસડલી અને ટૂંડવા ગામના 22 વ્યક્તિઓ જેમાં સ્ત્રી-પુરુષ અને નાના બાળકો છે. તેઓ ગોલાગામડી ખાતે રસ્તાના ડિવાઈડર ઉપર બેઠા હતા. તેઓએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગરના દુધરેટ ગામે મજૂરી કરતા હતા. ગઈકાલે બપોરે બે વાગ્યે રિક્ષામાં બેસી લીમડી પહોંચ્યા હતા. અહીંયા સેવાભાવી લોકોએ જમાડ્યા હતા. ત્યાંથી ટ્રકમાં નડિયાદ આવ્યા અને ત્યાંથી પીકઅપ ગાડીમાં વડોદરા સુધી આવ્યા હતા. વડોદરાથી કોઈ વાહન નહીં મળતા તેઓ વડોદરાથી ચાલતા ગોલાગામડી સુધી આવ્યા હતા. રાત આખીય જાગ્યા અને મુસાફરી કરી હતી. અહીંયા આવ્યા બાદ એક ટેમ્પામાં સૌ બેસી ગયા હતા.

સૂર્યાઘોડા પાસે ટ્રેલર ચલાવતા યુ.પી.ના પાંચ જેટલાં યુવકો છે. જે વહેલી સવારે સાતેક વાગ્યાના સુમારે યુ.પી. જવા માટે પોતાના વાહનમાં નીકળ્યા હતા. પણ ડભોઈથી પરત આવ્યા હતા. ગોલાગામડી પાસે તેમના વાહનને પ્રવેશ ના મળતા વાહનને ગામડી પાસે જ રહેવા દઈને તેઓ પરત ચાલતા સૂર્યાઘોડા જવા નીકળ્યા હતા. તેઓએ પોતાના વાહનને બોલાવ્યું હતું. આવે ત્યાં સુધી વાહનની રાહ જોતા હતા.

કોઈ સુરેન્દ્રનગરથી, કોઈ વડોદરાથી છે, તો કોઈને યુપી જવું છે

_photocaption_સંખેડાની ગોલાગામડી ખાતે આવી પહોચેલા યુવાનોને યુપી જવુ છે જે તસવીરમાં દેખાય છે. } સંજય ભાટીયા*photocaption*
અન્ય સમાચારો પણ છે...