તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓબ્ઝર્વેશનમાં ઘરમાં રહેવાના બદલે દંપતી જાહેરમાં ફરતાં સ્થાનિકોમાં ભય

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસના કહરે હવે ગુજરાતને પણ લપેટામાં લીધો છે ત્યારે ભરૂચ શહેરમાં તાજેતરમાં જ સાઉદીથી આવેલું દંપતિ તેમને હોમ કોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યાં હોવા છતાં જાહેરમાં ફરતાં હોઇ તેમની આસપાસ રહેતાં તેમજ સગાસંબધીઓ તેમજ અન્ય રહિશોમાં ભયનો માહોલ ફેલાયો છે.

ભરૂચ શહેરના ડીએસપી રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતું દંપતિ હાલમાં જ સાઉદીથી પરત આવ્યું હોઇ આરોગ્ય વિભાગે તેમને હોમ કોરોન્ટાઇનમાં રાખવામાં
આવ્યાં છે.

જોકે તેઓ દ્વારા સ્થિતીને સહજતામાં લઇને તેમના સગાસંબંધીઓને ત્યાં મળવા જવા સાથે સામાજિક પ્રસંગમાં હાજરી આપવા જતાં રહેતાં હતાં. ઉપરાંત આસપાસના વિસ્તારમાં રહેતાં લોકો સાથે પણ મુલાકાત કરવા માટે જતાં હોઇ હવે લોકોમાં જો તેઓ કોરોના વાઇરસથી સંક્રમિત હોય તો તેઓ પણ તેના ચપેટમાં આવી જશે તેવી દહેશતમાં ફરી રહ્યાં છે.

કેટલાંક લોકોએ તેઓ હોમ કોરોન્ટાઇનમાં રહેતાં ન હોવા અંગે આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવતાં આરોગ્યની ટીમે પણ તે સંદર્ભમાં તપાસ શરૂ કરી તેમની મુલાકાત લઇને તેમને સ્થિતીથી વાકેફ કરવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...