તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબડીમાં કોરોનાનો શંકાસ્પદ દર્દીની અફવાથી લોકોમાં ભય

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીંબડી રેલવે સ્ટેશન સામે આવેલી શિવ શકિતનગરમાં રહેતા ગણપતભાઈ અરજણભાઈ પરમાર પટોળાના ધંધા સાથે જોડાયેલા છે. તેઓ અમદાવાદથી તિરુપતિ ત્યાંથી બેંગ્લોર પટોળા વહેંચી પાછા ફર્યાં હતા. એક-બે દિવસ પહેલા ગણપત પરમારની તબિયત લથડી હતી. તેમના પાડોશીઓએ આ અંગે આરોગ્ય વિભાગને જાણ કરતા લીંબડી આરોગ્ય વિભાગના હેલ્થ ઓફિસર ડૉ જૈમિન ઠાકર સહિત ટીમ તેના ઘરે તપાસ માટે પહોંચી હતી. ગણપતે તપાસ કરાવવાની મનાઈ ફરમાવતા લીંબડી પોલીસને જાણ કરતા પીએસઆઈ પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસને જોતા જ તપાસ માટે તૈયાર થઈ ગયો હતો. ગણપતને 108માં સિવિલ લઈ જવાયો હતો. જયાં કોઈ ગંભીર લક્ષણો જાણવામાં નહીં આવતા ગણપત પરમાર સહિત તેના પરિવારના 4 સભ્યોને 15 દિવસ હોમ ક્વોરન્ટાઈન પર રાખવામાં આવ્યા હતા.

4 સભ્યોને 15 દિવસ હોમ ક્વોરન્ટાઈન પર રાખવામાં આવ્યા

દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને કોરોના પ્રભાવિતના સંપર્કમાં આવ્યો નથી

ડબલ્યુઓચઓ, ભારત સરકાર કે ગવર્મેન્ટ ગુજરાતની ગાઈડ લાઈન મુજબ ક્રાઈટ એરીયામાં આવતો જ નથી. દર્દીને શરદી તાવ હતો સાદો ફ્લૂ છે એટલે તેને હોમ ક્વોરન્ટાઈન કર્યો છે. આરોગ્ય તંત્ર તેની ચકાસણી કરતા રહેશે. દર્દી ફોરેન કન્ટ્રીની હિસ્ટ્રી નથી. તે કોઈ કોવીડ-19 પ્રભાવિત વ્યક્તિ સાથે સંશર્ગમાં આવ્યો પણ નથી. 
> ડી.કે.પરમાર, પૂર્વ ઈન્ચાર્જ સિવિલ સર્જન. લીંબડી.
અન્ય સમાચારો પણ છે...