ત્રણ ગણી કિંમતે સેનિટાઈઝર વેચતા પિતા-પુત્રની ધરપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લા પુરવઠા વિભાગ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સેનિટાઈઝર્સના કાળા બજાર કરી રહેલા વેપારી પિતા-પુત્રની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી રૂપિયા 4.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આણંદમાં આવેલી ન્યૂ ગાયત્રી એન્ટરપ્રાઈઝ નામની દુકાનના માલિક પંકજ ઠક્કર અને તેમનો પુત્ર મિહિર ઠક્કર છે. આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પુરવઠા વિભાગે રવિવારે બપોરે એક કલાકે તેમની દુકાનમાં દરોડો પાડ્યો હતો, જેમાં તેમની દુકાનમાંથી હેન્ડ સેનિટાઈઝરના 14 નંગ પાર્સલ મળી આવ્યા હતા. સેનેટાઈઝર ટોપ મોસ્ટ નામની અમદાવાદની કંપનીના હતા. તેઓ મૂળ કિંમત કરતાં બમણીથી ત્રણ ગણી કિંમતે સેનિટાઈઝર્સ વેચતા હતા. તેમની પાસે સેનિટાઈઝર્સના કોઈ જ આધારભૂત બિલ મળ્યા ન હતા, જેને પગલે ટીમે તેમની દુકાન સીઝ કરી તેમની પાસેથી રૂપિયા 4.16 લાખની કિંમતની 4200 નંગ
બોટલ કબજે કરી આગળની પૂછપરછ હાથ ધરી છે.

આણંદમાં 4 હજારથી વધુ બોટલ જપ્ત કરાઈ

100 મિલીના રૂ.50નો નિયમ

આણંદ જિલ્લાના પોલીસ વડા અજિત રાજિયાને કહ્યું હતું કે, વેપારીએ સરકારના નોટિફિકેશનનો ભંગ કર્યો છે. સરકારે જાહેર કર્યું છે કે 100 મિલીનો ભાવ માત્ર 50 રૂપિયા લઈ શકાશે, પરંતુ વેપારીઓ દ્વારા બમણા ભાવ વસૂલાતા
હોવાથી કાર્યવાહી કરાઈ છે.
અન્ય સમાચારો પણ છે...