માંડવીમાંથી પસાર થતાં 600થી વધુ રાહદારીઓની જમવાની સુવિધા કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશમાં લોક ડાઉનની સ્થિતિ ઊભી થતાં શહેરોમાં મજૂરી કામ માટે આવેલા પરપ્રાંતીયો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતાં અને પગપાળા જ પોતાના માદરેવતન જવા માટે નીકળ્યા હતાં. મધ્યપ્રદેશ, દેડિયાપાડા, ગોધરા તરફ જવા માટે સુરતથી નીકળેલા 600થી વધુ જનસમૂહ માંડવી- ઝંખવાવથી પસાર થઈ રહ્યા હતાં. ત્યારે અગ્રણી નટુભાઈ રબારી તથા અન્ય અગ્રણીને નજર પડતાં તાકીદે જનમૂહને રોકી જમવાની વ્યવસ્થા કરી હતી. સાંસદ પ્રભુભાઈ વસાવા ડો. આશીષ ઉપાધ્યાય તથા યુવાનો સ્થળ પર પહોંચી કાર્યમાં જોડાયા હતાં તથા જનસમુહને વતન પહોંચડવા ટેમ્પોની સુવિધા કરી હતી. મામલતદાર દ્વારા અાવશ્યક સેવાનું વહન અંગે નોંધ કરી હતી, જ્યારે પીએસઆઈ જે. એસ. વળવી અને ટેમ્પોચાલકને જરૂર પડે સંપર્ક કરવા જણાવ્યું હતું.

મધ્યપ્રદેશ, ગોધરા, ડેડિયાપાડા જવા ટેમ્પાની સુવિધા કરાઇ

_photocaption_વતન જતા લોકો અને સાંસદ દ્વારા ભોજન કરાવાયું હતુ.*photocaption*
અન્ય સમાચારો પણ છે...