તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવશ્યક કરિયાણાની દુકાનો મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે4 કે તેથી વધુ વ્યક્તિના એકઠા થવા પર પ્રતિબંધ લદાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર વિશ્વમાં કોરોના ના વાયરસ ની મહામારી થી હજારો લોકોના મોત થઇ ચુક્યા છે અને લાખો લોકો મહામારી ના ભરડામાં આવી ચૂકી છે જેની અસર થી ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં વર્તાઈ રહી છે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોના વાઇરસની મહામારીએ માથું ઉચક્યું છે ત્યારે ગુજરાતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે

ત્યારે વિરમગામ શહેરમાં જિલ્લા કલેકટરના જાહેરનામા અનુસાર ભીડભાડવાળા બજારો અગમચેતી ના પગલા રૂપે બંધ રાખવાનું જણાવવામાં આવતા 20 માર્ચ શુક્રવારે સાંજે વિરમગામ પોલીસ અધિક્ષક પ્રવિણકુમાર, પી.આઈ. એચ.બી.ગોહિલ સહિત સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા વિરમગામ શહેર ના રાજમાર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરી સમગ્ર દુકાનો,હોટલો,ગલ્લા બંધ કરાવવામાં આવ્યા હતા અને 31 માર્ચ સુધી ધંધા રોજગાર બંધ રાખી આ મહામારીને નાથવા જણાવવામાં આવ્યું હતું વિરમગામ એસીપી પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે હાલમાં સમગ્ર વિશ્વ સહિત ગુજરાતમાં પણ કોરોના વાઈરસના પોઝિટિવ કેસો સામે આવ્યા છે અને સાવચેતી એ જ સમજદારી હોય તકેદારીના પગલાંરૂપે વિરમગામ શહેરની દુકાનો માર્કેટ 31 માર્ચ સુધી બંધ રાખવા જણાવવામાં આવ્યું છે

અન્ય સમાચારો પણ છે...