તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં તલનું વાવેતર થતા મબલક પાક ઉતરવાની આશ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં ઉનાળુ તલનું વાવેતર કરવામાં આવ્યુ છે. વઢવાણ તાલુકાના કોઠારીયા ગામના ખેડૂત કાનજીભાઈ રાજપૂત પોતાના ખેતરમાં હાલ ઉનાળુ પાક તલનું વાવેતર કર્યુ છે. તેઓએ આઠ વીઘામાં એટલે કે બે એકર જમીનમાં ઉનાળુ તલનું વાવેતર કર્યુ છે. છેલ્લા દશ દિવસમાં એકાએક વાતાવરણમાં બે વાર પલટો આવી જતા ચોમાસા જેવુ વાતાવરણ થતા ખેડૂતોના જીવ તાળવે ચોટી જવાની સાથે ચિંતાનુ મોજુ ફરી વળ્યુ હતુ. પરંતુ હાલ ઝાલાવાડમાં ઉનાળુ તલના પાકમાં મબલક પાક થવાની ખેડૂતોને આશા બંધાણી છે તેમ કાનજીભાઈએ જણાવ્યું હતુ. બીજી તરફ બીટી કપાસ અને જીરાના પાકમાં ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

બીટી કપાસ અને જીરામાં નુકસાનની ભીતિ

ખેડૂત આલમમાં ખુશીની લહેર

અન્ય સમાચારો પણ છે...