પગપાળા જતા શ્રમિકો માટે DyCMઅે બસ સુવિધા કરાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વતન પગપાળા જતા શ્રમજીવીઓને સેવાભાવી સંસ્થાઓ ચા-પાણી અને નાસ્તો તેમજ ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે. ત્યારે જ રોડ ઉપર સરીતા ઉદ્યાનની પાસે પગપાળા જતા શ્રમજીવીઓને નાસ્તો કરાવી રહેલા યુવાનોને જોઇને પસાર થતાં નાયબ મુખ્યમંત્રી ઉભા રહીને તાત્કાલિક અસરથી એસ ટી બસની સુવિધા ઉભી કરાવી હતી.

કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે હાલમાં લોકડાઉનની ચુસ્ત અમલવારી કરવામાં આવી રહી છે. ત્યારે બંધ થયેલી બાંધકામ સાઇટને પગલે મજુરી કામ કરતા શ્રમજીવીઓ પોતાના વતન જઇ રહ્યા છે. જોકે હાલમાં વાહન વ્યવહાર ચાલુ નહી હોવાથી શ્રમજીવીઓએ પગપાળા જ વતનની વાટ પકડી છે. ત્યારે શ્રમજીવીઓને ચા, પાણી, નાસ્તો અને ભોજનની વ્યવસ્થા સેવાભાવી સંસ્થાઓ તેમજ યુવકો કરી રહ્યા છે. નગરના જ માર્ગ ઉપર સરિતા ઉદ્યાનવાળા માર્ગ ઉપરથી પસાર થઇ રહેલા શ્રમજીવીઓને સ્થાનિક યુવકો નાસ્તો કરાવી રહ્યા હતા. તે દરમિયાન નાયબ મુખ્યમંત્રીનો કાફલો ત્યાંથી પસાર થતાં યુવકોની સાથે શ્રમજીવીઓને જોઇને ગાડી ઉભી રાખીને પરિસ્થિતિ જાણી હતી. જેમાં પગપાળા જતા શ્રમજીવીઓને યુવકો ભોજન કરાવી રહ્યા હોવાનું જાણ્યું હતું. ઉપરાંત પગપાળા જઇ રહેલા શ્રમજીવીઓ પાસેથી માહિતી મેળવીને ક્યાં ક્યાં અને કેટલા લોકો છે. ઉપરાંત કઇ કઇ જગ્યાઓથી શ્રમજીવીઓ પસાર થઇ રહ્યા છે સહિતની માહિતી મેળવી હતી.

ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીએ સબંધિત અધિકારીઓને ફોન કરીને સ્થળ ઉપર બોલાવ્યા હતા. ઉપરાંત પગપાળા જતા શ્રમજીવીઓ માટે એસ ટી બસની સુવિધા કરવાની સૂચના આપી હતી.

પગપાળા જતા શ્રમજીવીઓને તકલીફ પડે નહી તે માટે ગૃહમંત્રી પ્રદિપસિંહને બોલાવ્યા હતા. શ્રમજીવીઓ અડાલજ, ચાંગોદર, ચિલોડા વિસ્તારોમાં મોટી સંખ્યામાં પગપાળા જઇ રહ્યા છે. એટલે એસ ટી બસની સુવિધા કરવા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે સબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.

_photocaption_{શ્રમજીવીઓ માટે નાયબ મુખ્યમંત્રીએ બસની સુવિધા કરાવી.*photocaption*
અન્ય સમાચારો પણ છે...