તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાણપુરના અનેક માર્ગો પર ડ્રોનનું પરીક્ષણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોક ડાઉન દરમ્યાન ચોરી છુપીથી પણ સોસાયટી, મહોલ્લા,ગામ, કે રોડ ઉપર એક્ત્રીત ન થાય અને વાયરસનુ સંક્રમણ ન થાય તે માટે ડ્રોન કેમેરાથી, વિડિયો ગ્રાફીથી, સી.સી.ટી.વી કેમેરાથી પણ બાઝ નજર રાખવા સુચના આપવામાં આવી છે. જે અંગે રાણપુર પોલીસ સ્ટેશનના ડી.વાય.એસ.પી-ચેતન મુંધવા, પી.આઈ એમ.એમ.દીવાન અને સ્ટાફના માણસો દ્વારા રાણપુર શહેરના રહેણાકી વિસ્તાર જેવા કે જાહેર માર્ગો, શેરી, સોસાયટી તેમજ રાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એકઠા થતા લોકો ઉપર ડ્રોન કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે. ડ્રોન કેમેરામાં અને વિડિયો ગ્રાફીમાં દેખાતા લોકો વિરૂધ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...