તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દહેગામ, રખિયાલમાં લોકડાઉનનો ભંગ કરનાર પર ડ્રોન કેમેરાની બાજ નજર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસના સંક્રમણને પગલે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હોવા છતાં લોકો લોકડાઉનની ગંભીરતાને અવગણી રહ્યા છે. લોકો મહોલ્લાઓ, સોસાયટી અને બજારના વિસ્તારમાં ભેગા થઈ લોકડાઉન અને જાહેરનામાનો ભંગ કરી રહ્યા હોવાના કિસ્સા સામે આવતા ગાંધીનગર જિલ્લાના પોલીસવડાની સુચનાથી દહેગામ શહેર, કલોલ શહેર અને તાલુકાના રખિયાલ પોલીસ સ્ટેશન દ્વારા લોકો પર નજર રાખવા માટે ડ્રોન કેમેરા સાથેની ટીમ સજ્જ કરાઇ છે.

જાહેરમાં ટોળે વળી બેસતા, ફરતા અને કેટલીક જગ્યાએ તો દસ-બારથી વધુ લોકોના ટોળાં ભેગા થઈ ક્રિકેટ જેવી રમતો રમી જાહેરનામાનો ભંગ કરી લોકડાઉનનો અમલ કરતા ન હોવાથી જાહેરનામાનો સંપૂર્ણ અમલ થાય અને લોકો કામ વગર ઘરની બહાર ન નીકળે અને જો નીકળ્યા હોય તો તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગાંધીનગર જિલ્લા પોલીસ વડાએ સુચના આપી છે. ત્યારે રખિયાલ અને દહેગામ શહેરના વિવિધ મહોલ્લાઓ, ફળિયાઓ અને સોસાયટી વિસ્તારમાં તેમજ શાક માર્કેટ સહિતના મુખ્ય બજારોમાં ડ્રોન કેમેરા નો ઉપયોગ કરી ડાઉન અને જાહેરનામાનો ભંગ કરનારને ઝડપી લેવાની કવાયત હાથ ધરાઈ છે. ઉપરાંત પોલીસ દ્વારા શહેરની જુદી-જુદી સોસાયટીઓ અને દુકાનો આગળ લગાવવામાં આવેલા સીસી ટીવી કેમેરાના બેકઅપ તપાસી જે તે જગ્યા પર ચારથી વધુ માણસ બેઠેલા જણાઈ આવે અને કામ વગર આમ તેમ ફરતા નજર આવશે તો તેના ફોટો અને વીડિયોના આધારે જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું દહેગામના પીઆઈ કે આર ડીમરીએ
જણાવ્યું હતું.

દહેગામ લોકડાઉન અને જાહેરનામાનો અમલ કરાવવા ડ્રોન કેમેરાની મદદ લેવાઈ

અન્ય સમાચારો પણ છે...