તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારિયામાં આરોગ્ય વિભાગનો ડોર ટુ ડોર સરવે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસને નાથવા માટે સાવચેતી જ એક માત્ર ઉપાય છે ત્યારે દાહોદ જિલ્લામાં દાહોદ શહેર, ઝાલોદ અને દેવગઢ બારિયા નગરમાં આશાબહેન અને હેલ્થની ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં જયાં હજુ વધુ જાગૃતિ ફેલાવાની જરૂર છે ત્યાં ઘરે ઘરે જઇને લોકોને કોરોના બાબતે માહિતી અને સાવચેતી બાબતે સમજ અપાઇ રહી છે. આ સાથે પ્રાથમિક તપાસમાં કોઇ નાગરિકને રોગના લક્ષણો છે કે નહિ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. જિલ્લામાં તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલોનું

...અનુ. પાન. નં. 2

સરકારી કચેરીમાં જનસેવા કેન્દ્ર બંધ કરાયા

જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં જનસેવા કેન્દ્ર આજથી બંઘ કરવામાં આવ્યા છે. સરકારી કચેરીઓની પણ નાગરિકોએ અતિ મહત્વના અને ટાળી ન શકાય તેવા કામ હોય તો જ મુલાકાત લેવી. નાગરિકો બને ત્યાં સુધી ઘરે જ રહે. જો જરૂર પડશે તો દાહોદ જિલ્લામાં યોજાતા સામાજિક પ્રસંગોના મેળાવડા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે અને આ બાબતે પોલીસ તંત્ર સાથે વિમર્શ કરવામાં આવશે તેવું તેવુ કલેક્ટરે ઉમેર્યુ હતું.

22 લોકો હોમકોરોન્ટાઇન હેઠળ

દાહોદ જિલ્લામાં ફક્ત 22 જ નાગરિકો નિરીક્ષણ હેઠળ છે જેમાંથી કોઇ પણ નાગરિકને બિમારીના લક્ષણો જણાયા નથી. સાથે વિદેશી આવેલા નાગરિકો અને તેઓ જેમને મળ્યા હોય તેમના ઉપર પણ વોચ રાખવામાં આવી રહી છે. તેઓ પણ બને ત્યાં સુધી ઘરે જ રહે અને બહાર જવાનું ટાળે.

હોસ્પિટલોનું મોનિટરિંગ અને દૈનિક રિપોર્ટિગ બાબતે ઉચ્ચ અધિકારીઓની સર્વેલન્સ ટીમ રચના

ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘર જઇને જાગૃતિ ફેલાવવાના પ્રયાસ : કોલસેન્ટર મેનેજમેન્ટ ટીમ બનાવી

અન્ય સમાચારો પણ છે...