દાતાઓે અનુકૂળતા મુજબ રક્તદાન કરી જાવો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડમાં કોરોના વાયરસને લઈને થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા, કેન્સર અને સગર્ભા બહેનોની જિંદગી બચાવવા તેમજ તેઓની જરૂરિયાતના સમયે લોક ડાઉન દરમિયાન લોહી મળી રહે તે માટે રક્તદાન કેન્દ્ર દ્વારા તમામ સ્વૈચ્છિક રક્તદાતાઓને રક્તદાન સમય અનુકૂળતાએ રક્તદાન કરવા વિનંતી કરવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં કોરોનના કહેર વચ્ચે દેશમાં લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જે દરમિયાન થેલેસેમિયા, સિકલસેલ, કેન્સર અને હોસ્પિટલમાં દાખલ સગર્ભા મહિલાઓને પડતી રક્તની જરૂરિયાતને પુરી કરવા માટે રક્તદાતાઓને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં થેલેસેમિયા અને સિકલ સેલના દર્દીઓને દર ત્રણ મહિને નવું લોહી ચઢાવવું પડે છે. લોક ડાઉનના સમયમાં રક્તદાતાઓને તેમની અનુકૂળતાએ રક્તદાન કરી જવા અપીલ કરવામાં આવી છે. દિવસે દિવસે થેલેસેમિયા, સિકલ સેલ અને સગર્ભા મહિલાઓને રક્તની જરૂરિયાત પહોંચી વળવા માટે રક્તદાતાઓને અપીલ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના આદેશ અનુસાર જાહેર રક્તદાન કેમ્પને 31 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યો છે. જેને લઈને રક્તદાન કેન્દ્ર 24 કલાક ચાલુ છે પરંતુ રક્તદાન માટે સ્વૈચ્છીક રક્તદાતાઓ સવારે 10થી 8 વાગ્યા સુધીમાં રક્તદાન કરી જવા અપીલ કરવામાં આવી છે. રક્તદાતાઓ 28 દિવસ પહેલા વિદેશ પ્રવાસ ન હોય, તેમને 15 દિવસ પહેલા શરદી, ખાંસી કે તાવ આવ્યો ન હોય તેવા તંદુરસ્ત રક્તદાતાઓએ રક્તદાન કરવા રક્તદાન કેન્દ્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે. હાલના લૉકડાઉનના સમયમાં હાઈવે સહિતના માર્ગો પર અકસ્માતોની સંખ્યા નહિવત થઈ ગઈ છે. પરંતુ ગંભીર પ્રકારની બિમારીથી પિડાતા દર્દીઓને લોહીની જરૂર પડી રહી છે. જેના માટે ફાંફા મારવા પડે છે.

તંદુરસ્ત લોકોએ અચૂક રક્તદાન કરવું

સરકારશ્રીના નોટીફીકેશન મુજબ 31 માર્ચ સુધી રક્તદાન શિબિરનું આયોજન શક્ય નથી. તેથી સાવચેતીના પગલા સાથે રક્તદાન કેન્દ્ર પર રક્તદાન કરી જવા અપીલ છે. દરેક સ્વૈચછીક રકતદાતાઓ કે જેમણે 28 દિવસમાં વિદેશ પ્રવાસ કર્યો ન હોય. ઘરમાં કે પોતાને 15 દિવસમાં શરદી, ઉધરસ, તાવ વગેરેની તકલીફ ઉભી થઇ ન હોય. શારીરિક રીતે તંદુરસ્ત હોય તેમને બ્લડ બેંક પર અનુકુળ સમયે રક્તદાન કરી જવા અપીલ છે. > યઝદી ઈટાલીયા, માનદ મંત્રી, રક્તદાન કેન્દ્ર, વલસાડ
અન્ય સમાચારો પણ છે...