તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેર જગ્યા પર કચરો નાખશો, તો શિક્ષાને પાત્ર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર જિલ્લાના મહેસુલી વિસ્તારમાં કોઇ વ્યક્તિએ કોઇ રસ્તા, સાર્વજનિક જગ્યા અથવા આવવા જવાની સાર્વજનિક જગ્યામાં અથવા તેની નજીદીકમાં થુંકવા અથવા કોઇ પણ પ્રકારનો કચરો ફેંકવા અથવા ગંદવાડ ફેંકવા પર જાહેરનામું બહાર પાડીને પ્રતિબંધ ફરમાવાયો છે. સત્તાવાર જાહેરનામાંમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એચ એમ જાડેજાએ વધુમાં જણાવ્યું છે કે, ધી ગુજરાત એપેડેમીક ડીસીઝીસ, કોરોના વાયરસ રેગ્યુલેશન 2020 બહાર પાડવામાં આવ્યું છે. કોરોના વાયરસનો ચેપ સામાન્ય રીતે ડ્રોપ લેટ ઇન્ફેકશન એટલે કે સંક્રમિત વ્યક્તિના કે વસ્તુના સંપર્કમાં આવવાથી લાગતો હોય છે. તેમજ સંક્રમિત વ્યક્તિના જાહેરમાં થુંકવાના કારણે ફેલાવો થવાની શક્યતા રહેલી છે. જેથી જાહેરહિતને ધ્યાને લઇ ગાંધીનગર જિલ્લા મહેસુલી વિસ્તારમાં સ્વચ્છતા રાખવા તથા કોઇ વ્યક્તિએ કોઇ રસ્તા, સાર્વજનિક જગ્યા અથવા આવવા જવાની સાર્વજનિક જગ્યામાં અથવા તેની નજીકમાં થુંકવા અથવા કંઇ પણ કચરો ફેંકવા અથવા ગંદવાડ ફેંકવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઇપણ વ્યક્તિ કલમ 135 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે, તેવું પણ જણાવવામાં આવ્યું છે.

સ્વચ્છતા રાખવા તંત્ર દ્વારા અપીલ કરાઈ

અન્ય સમાચારો પણ છે...