બાયોમેડિકલ વેસ્ટ નિકાલ માટે મંજૂરીની રાહ ન જોવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની દહેશત વચ્ચે બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવા જીપીસીબીએ દિશા નિર્દેશ જારી કર્યો છે. કોરોના બાયોમેડિકલ વેસ્ટના નિકાલ સીપીસીબી અને જીપીસીબીની મંજૂરી મેળવવાની રાહ જોયા વિના સત્વરે તેનો યોગ્ય નિકાલ કરવા સૂચના આપી છે. અંકલેશ્વર જીપીસીબી દ્વારા આરોગ્ય વિભાગ તેમજ બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરતી એજન્સીઓને લેખિત જાણ કરી છે.

કોરોના વાઇરસની ટ્રીટમેન્ટ લેતાં શંકાસ્પદ દર્દીઓ માટે વપરાતી દવા તેમજ અન્ય મેડિકલ વેસ્ટના નિકાલના વ્યવસ્થાપન અંગે સીપીસીબી અને જીપીસીબી દ્વારા દિશા નિર્દેશ જારી કર્યો છે. જેમાં કોરોના બાયોમેડિકલ વેસ્ટનો નિકલ ત્વરિત અસરથી કરવામાં આવે તેવું આયોજન કરવામાં સૂચના આપી હતી. જેને અનુલક્ષીને સંબંધિત કોરોના આઇસોલેશન વોર્ડ તેમજ સ્થળો પર તેના બાયોમેડિકલ વેસ્ટને એકત્રિત કરાશે. કોઈપણ પ્રકારની તાંત્રિક મંજૂરી જીપીસીબી કે સીપીસીબીમાંથી લેવાની રાહ જોયા વિના એજન્સીએ ત્વરિત અસરથી તેનો નિકાલ કરવાની સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...