ડિસ્ટ્રિક્ટ કોર્ટના વકીલોનું 1.55 લાખ રાહત ફંડમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ | વલસાડ જિલ્લા કોર્ટમાં ફરજ બજાવતા ડીજીપી અનિલ ત્રિપાઠીની આગેવાની હેઠળ જિલ્લા અદાલતમાં ફરજ બજાવતા અન્ય 4 જેટલા સરકારી વકીલોએ પોતાના પગારની કુલ રકમ રૂ.1.55 લાખ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા મુખ્યમંત્રીના રાહતનિધિ ફંડમાં દાન કરી સમાજ અને દેશ પ્રત્યેની ફરજ અદા કરી માનવતાનો દાખલો બેસાડ્યો છે.ન્યાયાલયમાં સરકારના જિલ્લા સરકારી વકીલ તરીકે નોકરી બજાવી તેમને મળતાં પગારની માતબર રકમ સીએમના રાહતનિધિ ફંડમાં જમા કરાવી સમાજનું ઋણ અદા કરવાની પહેલ કરી તેમણે ઉમદા દષ્ટાંત પુરું પાડ્યું છે.
અન્ય સમાચારો પણ છે...