તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટડીમાં ટેન્કર મારફતે પાણીનું વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટડીમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે પાટડીમાં ગટરો ઉભરાવવાના પગલે હાલમાં ગટરો રીપેરીંગનું કામ ચાલતું હોઇ વિજકાપ આપવામાં આવ્યો છે. ત્યારે પાટડી નગરપાલિકા દ્વારા વેલનાથનગર અને કલાડા દરવાજા સહિતના વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી વિતરણ કરાતા લોકોમાં રાહતની લાગણી ફેલાઇ હતી.

પાટડીમાં પાછલા કેટલાક દિવસોથી વેલનાથ નગર, કલાડા દરવાજા વિસ્તાર અને જમાદારવાસ અને માતૃવંદના સોસાયટી સહિતના વિવિધ વિસ્તારોમાં ગટરો ઉભરાવવાની સમસ્યાના લીધે આ વિસ્તારોમાં પારાવાર ગંદકી અને તિવ્ર દુર્ગંધથી મચ્છરનો ઉપદ્રવ વધતા રોગચાળાએ માઝા મુકી હતી. અને પાટડીના આ વિસ્તારના રહીશોએ પાટડી નગરપાલિકામાં ઉગ્ર રજૂઆતો કરી હતી. આથી પાટડી નગરપાલિકાના પ્રમુખ સુરેખાબેન પટેલ કારોબારી ચેરમેન મોહનલાલ ઠક્કર અને ચીફ ઓફિસર પી.ટી.મકવાણા સહિત નગરપાલિકાના સ્ટાફે મીટીંગ કરી આ બાબતે એક્શન પ્લાન ઘડી કાઢ્યો હતો. અને આ બાબતે પાટડી વેલનાથનગર અને કલાડા દરવાજા વિસ્તારમાં ગટરનું રીપેરીંગ કામ હાથ ધરાતા આ વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. અને બીજી બાજુ કાળઝાળ ગરમીના પગલે નગરપાલિકા દ્વારા આ તમામ વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પીવાના પાણીનું વિતરણ કરાતા આ વિસ્તારોના રહીશોમાં રાહતની લાગણી ફેલાવા પામી હતી.

વિવિધ વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાતા ગરમીમાં પાણીની સુવિધા પૂરી પડાઇ

_photocaption_પાટડીના વિસ્તારોમાં ગટર લાઇનના રિપરિંગ દરમિયાન વીજપૂરવઠો ખોરવાતા દ્વારા ટેન્કરો દ્વારા પીવાના પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.*photocaption*
અન્ય સમાચારો પણ છે...