તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં ફરજ પરના કર્મીઓને ચા,પાણી નાસ્તાનુ વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનની પરિસ્થિતિમાં જામનગરમાં 24 કલાક ફરજ બજાવતા પોલીસ,108 કર્મચારીઓ તેમજ અન્ય તમામ ફરજ પરના કર્મચારીઓને હિન્દુ યુવા સેવા સંગઠન દ્વારા શહેરમાં જાહેરનામાનો ભંગ ન થાય તે રીતે એક એક સ્થળ પર પહોંચીને ચા,પાણી નાસ્તો પુરો પાડ્યો હતો.જામનગર શહેરમાં ફરજ બજાવતા પોલીસ જવાનો તેમજ 108 એમ્બ્યુલન્સના કર્મચારી,સફાઇ કામદારો અને બેરોજગાર લોકોને ચા,પાણી નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.હિન્દુ યુવા સેવા સંગઠનના રામુભાઇ ગોજિયા તેમજ ગિરીશભાઈ ડેર,કમલભાઈ ગોજીયા, હિરેન માધાણી,ઉર્વીશ પટેલ, નિરુભા જાડેજા દ્વારા જહેમત ઉઠાવાઇ હતી.
અન્ય સમાચારો પણ છે...