તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદ વણિક સમાજ દ્વારા ભોજન માટે કિટ વિતરણ આરંભાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ. કોરોનાની વૈશ્વિક મહામારીના દિવસોમાં જયારે બધી જગ્યા પર લોકડાઉન થકી ગરીબ લોકોને ખાણીપીણીની મોટી સમસ્યા સર્જાઈ છે. ત્યારે દાહોદના શ્રી દશાનીમા વણિક સમાજના સહયોગથી સમાજના યુવા ગ્રુપ દ્વારા ગરીબ પરિવારો માટે એક કીટ બનાવીને આપવાનું નક્કી કરવામાં આવેલ છે. આ કીટમાં 5-5 કિગ્રા ઘઉંનો લોટ તથા ચોખા, એક લીટર તેલ, 500 ગ્રા. વેસણ, એક- એક કિગ્રા ખાંડ, તુવેર દાળ અને એક ડેટોલ સાબુની કીટ મળી અંદાજે રૂ.500 ની એક લેખે 500 કીટ્સ બનાવવામાં આવી છે. દાહોદ વણિક સમાજના જ્ઞાતિજનોએ આ કીટ્સ પેઠે યથાયોગ્ય દાન જાહેર કરતા સમાજની યુવાબ્રિગેડે જહેમત ઉઠાવીને આ કીટ્સ તૈયાર કરી હતી. અને હાલમાં દેસાઈવાડ સ્થિત શ્રી પી.એમ.કડકીયા દ.વ.સ. કેન્દ્ર ખાતેથી યુવાગ્રુપ દ્વારા જરૂરતમંદોને આ કીટનું વિતરણ આરંભેલ છે.
અન્ય સમાચારો પણ છે...