ભૂંગાના 137 ગરીબ પરિવારોને અનાજની કીટનું વિતરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસની વૈશ્વિક મહામારીની કપરી પરિસ્થિતિમાં જામનગર જિલ્લા વહીવટીતંત્રે એક સંવેદનશીલ કદમ ઉપાડયું છે. વહીવટીતંત્ર દ્વારા જામનગરના જોડીયા ભૂંગા વિસ્તારના 137 ગરીબ અગરિયા પરિવારોને જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે લોટ,દાળ,ચોખા,તેલ વગેરેની કીટનું વિતરણ કરવામાં
આવ્યું હતું.

જિલ્લા કલેકટરે રવિશંકરે આ તકે જણાવ્યું હતું કે, જિલ્લાના કોઈપણ વ્યક્તિને જીવન આવશ્યક વસ્તુઓ માટે હાલાકી ભોગવવી નહીં પડે. રોજ કમાઈ રોજ ઘર ચલાવતા શ્રમિકોને પણ પરિવારના ગુજરાન માટે જીવનજરૂરી વસ્તુઓ પ્રાપ્ય કરાવવા રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. ત્યારે જામનગરના રોજની રોજી રળતા અગરિયા પરિવારોના શ્રમિકો હાલની પરિસ્થિતિમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે પુરવઠા અધિકારી સાથે સંકલન કરી કલેકટર દ્વારા બાંધવા માટેની કાચી સામગ્રી ની કીટ બનાવી 137 પરિવારોને વિતરણ કરવામાં આવ્ આવ્યું હતું.આવી કીટનું વિતરણ આગામી દિવસોમાં બીજા ગરીબ વિસ્તારોમાં કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...