ખાનગી અને સરકારી પોર્ટ વચ્ચે પોલિસીમાં ભેદભાવ? ઉઠતા સવાલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર વિશ્વમાં લાગુ પડેલી કોરોના મહામારીને નાથવા માટે દેશમાં લોકડાઉનની સ્થિતી બનેલી છે ત્યારે પોર્ટ સબંધીત ગતીવીધીઓ ચાલું રહેશે કે કેમ? તે અંગે ઉઠતા સવાલો વચ્ચે તેને સરકારે તેને મુળભુત જરુરી સુવિધાઓની સુચીમાં નાખતા પોર્ટ ગતીવીધીને બંધ કરવાની અટકળો પર પુર્ણ વિરામ આવ્યો હતો. પરંતુ હવે \\\'ફોર્સ મેજરો\\\' લાગુ કરવાની વાત સામે આવતા પોર્ટની વર્કપેટર્ન પર તેની ઉંડી અસર પડશે તેવું જાણકાર વર્તુળો માની રહ્યા છે.

શીપીંગ મંત્રાલયના સચીવ દ્વારા બહાર પડાયેલા પરીપત્રમાં જણાવાયું છે કે મીનીસ્ટ્રી દ્વારા ઓર્ડર ઈશ્યુ કરીને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પાણી થકી ટ્રાન્સપોર્ટ, પરીવહન પામતી સેવાઓ, ગુડ્સનું લોડીંગ, અનલોડીંગ, મુવમેન્ટ, સ્ટોરેજની પોર્ટમાં ચાલતી પ્રક્રિયાઓને આવશ્યક જરુરીયાતની કેટેગરીમાં મુકવામાં આવી છે. વીસી દરમ્યાન એવું ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક રાજ્યોમાં ભારે વાહનોની ગતીવીધીને, કોન્ટેનર ફ્રાઈટ સ્ટેશનની ગતીવીધીને અટકાવી દેવામાં આવી છે. જેથી જરુરી જિલ્લા અધિકારીઓને આ અંગે સુચીત કરીને પોર્ટ ગતીવીધીને અસર ન પહોંચે તે પગલા લેવા સુચીત કરવામાં આવે, તો બીજી તરફ ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા કોઇ મોટી આપદા આવી પડવાથી જ્યારે સંસ્થા પુર્ણ કાર્યક્ષમતાથી કાર્ય ન કરી શકે ત્યારે લગાવાતી \\\'ફોર્સ મેજુરે\\\' ને લાગું કરી રહ્યું છે. જેના કારણે પોર્ટની નીયમીત ચાલતી પ્રક્રિયાઓ પર અસર પડશે. ડીપીટી, કંડલાએ સરકાર હસ્તકનું પોર્ટ હોવાથી તેની કાર્યપ્રલાણીને ઓછી કરવામાં આવી રહી હોવાનું, જ્યારે કે ખાનગી પોર્ટ્સને છુટછાટો પ્રદાન કરવામાં આવી રહ્યાનો સુર પણ ઉઠવા પામી રહ્યો છે. જો આપદા અનુસારની છુટછાટો અને કાર્યક્ષમતામાં ઢીલાસને સ્વીકારવામાં આવે, તો તે નિયમો તમામ પોર્ટ પર લાગુ થવા જોઇએ, જ્યારે કે માત્ર એક વિભાગ કે પોર્ટ સાથે સાંકળીને તેને શા માટે જોવામાં આવી રહ્યું છે તેવું વિષયના તજજ્ઞોનું માનવું છે.

‘કુદરતી આપતી’ લાગુ કરવામાં આવતા પડશે કામકાજ પર અસર
અન્ય સમાચારો પણ છે...