ધ્રોલ ગામની શાક માર્કેટ બંધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલનાં સમયમાં કોરોનાનાં ભય અને લોકડાઉનની પરિસ્થિતિમાં શાકભાજી ખરીદવા આવતા લોકોની ધ્રોલ શાકમાર્કેટમાં થતી ભીડની પરિસ્થિતિને નિવારવા નગરપાલિકા દ્વારા શાકમાર્કેટ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. લોકોને અગવડતા ન પડે એ માટે ધ્રોલ શહેરનાં 49 જેટલા શાકભાજી વિક્રેતાઓને વિસ્તાર અને શેરી મહોલ્લા વાઈઝ વૈકલ્પિક વિતરણ વ્યવસ્થાની સોંપણી કરવામાં આવી છે. વિક્રેતાનાં નામ, વિસ્તાર અને મોબાઇલ નંબર સહિતનું લીસ્ટ પણ જાહેર કરાયું છે.

ધ્રોલનાં ગાંધીચોક પાસે જામનગર રોડ પર આવેલ શાકમાર્કેટમાં આશરે 250 જેટલા શાકભાજીનાં ગાલાઓ આવેલા છે. તકેદારીનાં પગલારુપે ધ્રોલ પ્રાંત અધિકારી એચ.પી.જોષી, મામલતદાર આર.એસ.હુણ, ચીફ ઓફીસર ધર્મેશ ગોહીલ, પ્રમુખ નરેન્દ્રસિંહ ચુડાસમા સહિતનાં અધિકારીઓએ શાક માર્કેટની રુબરુ મુલાકાત લીધી હતી.

ન્યુ સિસ્ટમ | 49 શાકભાજી વિક્રેતાઓને વિસ્તારોની સોંપણી
અન્ય સમાચારો પણ છે...