તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોળકામાં બજાર,મામલતદાર કચેરી અને કલીકુંડ વિસ્તાર બંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોળકા શહેરમાં કોરોના વાઈરસ ન ફેલાય તે હેતુ શનિવારે તંત્ર સજાગ થયું હતું. સાવચેતીના ભાગરૂપે શહેરના બજારો, મામલતદાર કચેરી બંધ કરવામાં આવ્યા છે. આ સાથે કરિયાણાની દુકાનો ઉપર વેચાતા-પડીકી, મસાલા બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. ચારથી વધુ એકઠા થવા ઉપર પ્રતિબંધ તેમજ વારંવાર હાથ ધોવા તેમજ માસ્ક પહેરવું જેવી કડક સૂચના આપવામાં આવી છે.

કોરોના વાઇરસ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં સાવચેતીના ભાગરૂપે શહેરના ઉચ્ચ અધિકારીઓની તાકીદની બેઠક મળી હતી. બેઠકમાં નક્કી કર્યા મુજબ હાલ ધોળકામાં કોરોના વાઇરસ ન ફેલાય તે હેતું તંત્ર દ્વારા બજાર,મામલતદાર કચેરી તેમજ કલીકુંડ વિસ્તારમાં આવેલી તમામ દુકાનો બંધ રાખવામાં હતી. નગરપાલિકા ટીમે વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. પાલિકાની બેઠકમાં નક્કી કર્યા મુજબ તા 31/3/20 સુધી ધોળકા શહેર વિસ્તારના માંસ, મટન, ચીકન, મરઘી,ઈંડા, તથા તેનો રાંધીને બનાવેલો ખોરાક ઠંડા પીણાં, બરફ, પાણીપુરી, પકોડી, ખુલ્લા વાસી સડેલા ખાદ્યનું વેચાણ સદંતર પાલિકા દ્વારા બંધ કરવામાં આવ્યું છે. આ પ્રમાણે સદંતર બંધ રાખવું પડશે જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો દિવસ પ્રમાણે 1000થી 5000 સુધીનો દંડ ભરવો પડશે.

ધોળકા ચીફ ઓફિસર એસ.કે.કટારા અને પાલિકા પ્રમુખ ભરતભાઈ પટેલ ધોળકાના નગરજનોને સાવચેતીના પગલાં લેવાનું જણાવવામાં આવ્યું છે. જેમાં હાલ ધોળકામાં એક પણ કેસ નથી પરંતુ કોરોના વાઇરસથી બચવા માટે લોકોએ બીનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં અને વારંવાર હાથ ધોવા, શરદી-ખાંસીના દર્દીઓથી એક મિટર સુધીનું અંતર રાખવું. કોઇપણ સ્થળે ચારથી વધુ એકઠા થવું નહિં. જે લોકો ચારથી વધુ એકઠા થશે તેઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નિયમનો ભંગ કરશે તો દિવસ પ્રમાણે 5000 સુધીનો દંડ ભરવો પડશે

અન્ય સમાચારો પણ છે...