તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 60 શખસો દંડાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાણવડ તાલુકાના સઈ દેવળિયા ગામે રહેતા ઉદયભાઈ વસંતભાઈ પટેલ તથા તેમના પત્ની રીંકલબેન ઉદયભાઈ પટેલ રાજકોટથી ભાણવડ ખાતે પરત આવ્યા હતા.જેથી તેઓને હોમ ક્વોરોન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા.આ દંપતીએ બહાર નીકળી હોમ ક્વોરોન્ટાઈનો ભંગ કરવા બદલ પોલીસે આ દંપતી સામે ગુનો નોંધ્યો છે.

વાડીનાર નજીકથી ખાનગી બસમાં વધુ સંખ્યામાં ગીચતાપૂર્વક સિક્યુરિટી ગાર્ડના કર્મચારીઓને લઈને જઈ રહેલા વાડીનાર ગામના કુમારસિંહ લખુભા રાઠોડ તથા અન્ય 18 સિક્યુરિટી કર્મચારીઓ સામે ગુનો નોંધ્યો છે.દ્વારકામાં રહેતા જીતેન્દ્ર વિનોદભાઈ તન્નાએ મોટરકારમાં ચાર વ્યક્તિઓને એક સાથે લઈને લીમડી ચેક પોસ્ટ પાસેથી નીકળતા જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે.ભાણવડ તાલુકાના શિવા ગામના પ્રફુલ ઉર્ફે લાલો હરિભાઈ હિંગરજીયા નામના શખ્સે તેની પાનની દુકાન ખુલ્લી રાખતાં તથા ખંભાળિયા તાલુકાના ટીંબડી ગામે ધર્મેન્દ્રસિંહ રવુભા જાડેજાએ તેની પાનની દુકાન ખુલ્લી રાખતાં અને આહીર સિંહણ ગામના સુમિત દુધરેજીયાએ પંચરની દુકાન ખુલ્લી રાખતા તેમજ દ્વારકાના વિજયભાઈ રામજીભાઈ રાયઠઠાએ તેમની સાડીની દુકાન ખુલ્લી રાખતાં તથા કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામના પરબત લખુભાઈ કરમુરએ તેમની ઇલેક્ટ્રિકની દુકાન ખુલ્લી રાખતા સ્થાનિક પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે.

ખંભાળિયા શહેરમાં પોરબંદર રોડ ઉપર એક સ્થળે રોડ પર એકઠા થયેલા અલ્તાફ ગફાર સુમરા, અસલમ પઠાણ, કરીમખાન અશરફખાન,અલ્તાફ ઉમર ઈશુબજી, ક્યમખાન અકબરખાન ઈશુબજી, ઇનાયતખાન મહમદ ઈશુબજી, હુશેન સુલતાન ગઝણ નામના સાત શખ્સો સામે ગુનો નોંધ્યો છે.ઉપરાંત નાના માંઢા ગામના કિશોર દેવશીભાઇ ફફલ, આસિફ ઈબ્રાહીમ સંઘાર, હર્ષદપુરના ગોપાલ રામજી કણજારીયા, કાકાભાઈ સિંહણ ગામના હિરેન સુભાષભાઈ બારોટ અહીંના વત્સલ નિખિલભાઇ તથા પર્વ મનોજભાઈ નામના આસામીઓ સામે પોલીસે ગુનો નોંધ્યો છે. ભાણવડના મુકેશ પરસોત્તમભાઈ ખાગ્રમ, ઓખાના હસમુખ જીજાભાઈ સોલંકી, સલાયાના રજાક જાફર મોદી, સલીમ આમદ સુંભણિયા, જુનસ ઓસમાણ સંઘાર, જાવીદ જુનસ ગજણ તથા ભાટિયાના નારણ રાણા હરદાસાણી તેમજ મીઠાપુર આરંભડા ગામેથી ત્રણ શખ્સો એવા લખમણ ઉર્ફે અરુણ જીવા મકવાણા, હરીશ મુકેશભાઈ વાઘેલા અને પ્રફુલ નામના શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.કલ્યાણપુર નજીક લીમડી ચેકપોસ્ટ પાસે પોલીસે ચેકિંગ દરમિયાન નીકળેલા અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વતની નિતીન જીવરાજ રાવજકા, ગીતાબેન જીવરાજ રાવજકા,ભરત લવાભાઈ મહિડા, અને જીવરાજ દેવશીભાઈ રાવજકા નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતા. ઉપરાંત જામ દેવળીયા ગામના હમીર કારૂભાઈ આંબલીયા અને મેહુલ મેરામણભાઇ ભાદરકા સામે પણ કલ્યાણપુર પોલીસ કલમ 188 મુજબ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...