વલસાડમાં 144નો ભંગ કરતા 45 વાહનો ડિટેન કર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે દેશમાં 21 દિવસનું લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોક ડાઉનના ચોથા દિવસે વલસાડ સીટી પોલીસે 21 વાહન ચાલકોના વાહનો ડિટેન કર્યા અને 13 ઈસમો વિરૂદ્ધ ધારા 144નો ભંગ કરવા બાદલ ગુનો નોંધવામાં આવ્યો હતો. વલસાડ રૂરલ પોલીસે પેટ્રોલિંગ વધારીને 24 વાહન ચાલકો ધારા 144નો ભંગ કરવા બદલ 24 વાહનો ડિટેન કર્યા અને 5 ઈસમો વિરૂદ્ધ ધારા 144નો ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. રૂરલ પોલીસે વાહન ચાલકો પાસેથી કુલ રૂ.4000નો દંડ વસુલ્યો હતો.

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે દેશના લોકોની સુરક્ષા માટે લોક ડાઉન જાહેર કરવામાં આવ્યા હતા. લોક ડાઉનના ચોથા દિવસે સીટી પોલીસે ધારા 144નો ભંગ કરતા 21 વાહન ચાલકોને વાહન ડિટેન કર્યા અને 13 ઈસમો વલસાડ શહેરમાં ફરવા નીકળ્યા હતા. તેમની સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વલસાડ રૂરલ પોલીસે રૂરલ વિસ્તારમાં લોક ડાઉનનું ચુસ્ત પણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. વલસાડ રૂરલ પોલીસે અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ધારા 144નો ભંગ કરતા 24 વાહન ચાલકોના વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા. રૂરલ વિસ્તારમાં 5 ઈસમો દ્વારા ધારા 144નો ભંગ કરવા બદલ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ
ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...