તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં બહાર આંટા મારતા 489 વાહનો ડીટેઇન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં જુદા જુદા માર્ગો પર નકકર કારણ વગર જ ઘર બહાર નિકળી આંટા ફેરા કરતા 489 જેટલા વાહનચાલકોને પોલીસે પકડી પાડી મોટર વ્હીકલ એકટ હેઠળ વાહનો ડીટેઇન કર્યા હતા. શહેરમાં પોલીસે રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ યથાવત રાખ્યુ છે.જયારે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં હવે ડ્રોન કેમેરાની મદદથી પણ નજર રખાઇ રહી છે.

જામનગર શહેરમાં લોક ડાઉન દરમિયાન પણ જુદા જુદા માર્ગો પર લોકો કોઇ નકકર કારણ વગર જ આંટા ફેરા કરી માર્ગો પર નિકળતા હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી હતી જેના પગલે સતત બીજા દિવસે પોલીસ વડા ઉપરાંત અધિકારીઓનો કાફલો માર્ગો પર નિકળ્યો હતો.પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ વેળાએ વાહનોના ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શનીવાર સવાર સુધી એલસીબી,એસઓજી,ત્રણેય પોલીસ મથકના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા પેટ્રોલિંગની અવિરત કામગીરી દરમિયાન આવા 489 જેટલા વાહનચાલકોને અટકાવીને આવા વાહનોને મોટર વ્હિકલ એકટ હેઠળ ડીટેઇન કરી સંબંધિત પોલીસ મથક ખાતે રાખી દેવાયા હતા.પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા અવાર નવાર સુચના છતા અમુક વિસ્તારોમાં વિના કારણે લોકો વાહનો લઇને ઘર બહાર નિકળતા જોવા મળી રહયાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી હતી.જેની પોલીસે પણ રાઉન્ડ ધ કલોક સધન પેટ્રોલિંગ હાથ ધર્યુ છે. જામનગરમાં શનિવારે સાંજે પોલીસે લોક ડાઉનનો ભંગ કરનારાને પકડી પાડવા માટે ડ્રોન કેમેરાની પણ મદદ લીધી છે જેમાં શહેરના પટેલ કોલોની ઉપરાંત પવનચકકી,કાલાવડ ગેઇટ સહીતના વિસ્તારોમાં પોલીસે ડ્રોન કેમેરાની મદદથી નિરીક્ષણ કર્યુ હતુ.જામનગરમાં પોલીસે શહેરીજનોને બીન જરૂરી કારણ વગર ઘર બહાર ન નિકળવા માટે અનુરોધ પણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...