કેબલ સ્ટેઇડ અને ગોલ્ડન બ્રિજ સીલ દ.ગુ.થી શ્રમિકોની હિજરત યથાવત્

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 પર હાલમાં સૂરતથી વડોદરા-સૌરાષ્ટ તરફ હિજરત કરી જતાં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા હાલમાં તે લોકોને યેનકેન પ્રકારે તેમના વતને જવા માટેની સુવિધા કરી દેવામાં આવી છે. જોકે હવે કોરોનાની મહામારી પર અંકુશ રાખવા માટે સરકારી તંત્રએ કડક પગલાં ભરવાના શરૂ કરી દીધાં છે. ભરૂચના કેબલ સ્ટેઇડ બ્રિજ તેમજ ગોલ્ડન બ્રીજને સુરત તરફથી આવતાં લોકો માટે સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ફળવાયેલાં પાસધારકોને જ બ્રીજ પરથી અવરજવર કરવા દેવામાં આવશે. ગઇકાલે લોકોની હિજરતે અટકાવવા માટે ધામરોડ પાસેની ચેકપોસ્ટને લોક કરવામાં આવી હતી. હવે ભરૂચના સરદારબ્રીજ તેમજ ગોલ્ડન બ્રીજને પણ અત્યંત જરૂરી સામગ્રીના વાહન વ્યવહાર સિવાય તમામ વાહન વ્યવહાર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. બીજી તરફ શનિવારે દક્ષિણ ગુજરાત તરફથી હિજરત કરનારાઓ મોટી સંખ્યામાં ભરૂચ તરફ આવી રહ્યા હતા. તંત્રે તેમને વતન પહોંચાડવા માટેની વ્યવસ્થા કરી દીધી હતી.જોકે લોકડાઉનમાં આ રીતે એકત્રીત થવું અત્યંત ભયજનક સાબિત થાય તેમ છે.

પોલીસે વાહનની વ્યવસ્થા કરી

ગોલ્ડન બ્રિજ પર ચેકિંગ

વતન તરફ હિજરત

કોરનાનો કહેર

ભરૂચ- અંકલેશ્વર શહેરમાં સન્નાટો, હાઇવે શ્રમિકોથી ચિક્કાર

નર્મદા જિલ્લા વહીવટી તંત્રે 500 લોકોને વતન મોકલ્યા : પોલીસે વાહન કરીને રવાના કર્યાં

કોરનો વાયરસ ના પગલે સમગ્ર દેશ માં લોક ડાઉન કરવામાં આવ્યું છે ને લોક ડાઉન ના પગલે સુરત અંકલેશ્વર ભરૂચ જેવી જી .આઇ.ડી .સી.માં કામ કરતા અનેક શ્રમિકો કે જેઓ પોતાના માદરે વતન જવા પગપાળા ચાલી નીકળ્યા હતા ત્યારે આવા લોકોને ડિટેન કરી પોલીસે એક સ્થળે જમા કરી ગત રાત્રીમાં 150 જેટલા ને છોટાઉદેપુર, કવાંટ, મધ્યપ્રદેશના અલીરાજપુર સુધી મુકવામાં આવ્યા જયારે બીજા 100 જેટલા ને કાઠીયાવાળ મોકલવામાં આવ્યા હતા. હજુ 15 જેટલા લોકો મહારાષ્ટ્ર થી આવેલા છે જેઓ ને પહોંચાડવાના બાકી છે આ તમામ ડિટેન કરેલ શ્રમિકો ને આરોગ્ય વિભાગ દ્વારા સ્કેનિંગ અને ચેકીંગ કરવામાં આવ્યું હતું.

_photocaption_ભરૂચમાં લોકડાઉનના ચોથા દિવસે નેશનલ હાઇવે પર હિજરત કરી રહેલા શ્રમજીવીઓ એક સ્થળે ભેગા કરી વતન જવા માટે પોલીસ વાહનની વ્યવસ્થા કરી આપી હતી. તો દક્ષિણ ગુજરાત તરફથી આવતા વાહનો માટે ગોલ્ડન બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો. }રાજેશ પેઇન્ટર*photocaption*
અન્ય સમાચારો પણ છે...