તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હનુમાનપુરામાં ચાલતા દેશી દારૂ તેમજ જુગારના અડ્ડાને લઈ રજૂઆત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાકરોલ -શ્રી પોરટીંબી, હનુમાનપુરા ગામે ચાલતા દેશી દારૂના તેમજ જુગારઘામ ધમધમી ઊઠતાં ગ્રામ પંચાયતે વાઘોડિયા પોલીસને લેખિતમાં જાણ કરી હતી.

જુથ ગામ પંચાયતના સરપંચે જણાવ્યું હતું કે હાલ કોરોના વાઈરસનો ચેપ ફેલાઈ રહ્યો છે. ત્યારે બહારથીઆવતા લોકો અમોને પણ ચેપ લગાડે તેવો ભય હોવાથી ગામમાં મોટી મુસીબત ઊભી થાય તેમ છે. તે માટે અગાઉ વાઘોડિયા પોલીસને બે વાર રજૂઆત કરતા. પોલીસ પણ આવી હતી. પરંતુ આ લોકો પોલીસ જોઈ ભાગી જાય છે. જેથી કરીને આજે લેખિતમાં પંચાયતના લેટરપેડ પર વાઘોડિયા પોલીસને જાણ કરતા પોલીસ આવી છેને બધુ પતાવી દીધુ છે. તાકેદારીના ભાગરૂપે વાઘોડિયા પોલીસને ઉદ્દેશી પત્ર લખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...